ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે 'અત્યંત સફળ' ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઈશારો કર્યો છે.
શું ટેરિફ હવે હટાવવામાં આવશે?
સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટેરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે હવે આ ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.' જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે.
ભારત પર હાલમાં કેટલું ટેરિફ લાગુ છે?
અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટેરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો...









