ગુજરાત / ફોરેસ્ટ અધિકારીને ધમકાવવાના મામલે ચૈતર વસાવા સહિત પત્ની દોષી જાહેર
નર્મદા જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ કાનૂની ઘટનામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો ઝટકો લાગ્યો છે. ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયા બાદ હવે સજાનો સમયગાળો જાહેર થવાનો બાકી છે
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલાના કેસમાં રાજપીપલા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 સભ્યોને દોષિત ઠેરવ્યા છે. કોર્ટ દ્વારા સજા અંગેનો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે, જોકે હજુ કેટલા વર્ષની સજા થશે તે અંગેનો અંતિમ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી.
લાંબા સમયથી કોર્ટમાં કાર્યવાહી ચાલતી હતી
મળતી માહિતી મુજબ ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં લાંબા સમયથી કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. આ કેસમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને અન્ય આરોપીઓ સામે વિવિધ આરોપો હેઠળ કેસ...









