ટેક / ભારતમાં નોકરીઓનું ગણિત બદલાઈ રહ્યું છે, 37% શરૂઆતના કામ AIના હવાલે
એક સમય હતો જ્યારે AIને ભવિષ્યની ટેકનોલોજી માનવામાં આવતું. આજે સ્થિતિ એવી છે કે, ઓફિસોમાં રોજિંદા કામકાજથી લઈને કોડ લખવા, રિપોર્ટ તૈયાર કરવા અને ડેટા એનાલિસીસ સુધીના તમામ કામો માટે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AIનો સૌથી મોટો પ્રભાવ એન્ટ્રી-લેવલની નોકરીઓ પર જોવા મળી રહ્યો છે.
બે જાણીતી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, ભારતમાં એન્ટ્રી-લેવલના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા લગભગ 37 ટકા કામો હવે AIથી થઈ રહ્યા છે. આ આંકડો વિશ્વની એવરેજ 33 ટકા કરતા વધુ છે. જે દર્શાવે છે કે, AI અપનાવવાની બાબતમાં ભારત વિશ્વના ઘણા દેશોથી આગળ છે.
ભારત, અમેરિકા અને બ્રિટનની 1000થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓના 750 સિનિયર એચઆર મેનેજર્સનું માનવું હતું કે, આગામી વર્ષોમાં ફેશર્સની ભૂમિકા બદલાશે. અત્યાર સુધી નવા કર્મચારીઓ જે કામો કરતા જેમ કે, ડેટા એકત્ર કરવો, દસ્તાવેજો તૈયાર કરવા તેમાંથી ઘણા કામો AI કરી ...









