Wednesday, June 17News That Matters

LifeStyle

નેશનલ / મોબાઇલ એલર્ટને લઈ મોટો નિર્ણય, હવે મધરાતે નહીં વાગે ઇમરજન્સી સાયરન

નેશનલ / મોબાઇલ એલર્ટને લઈ મોટો નિર્ણય, હવે મધરાતે નહીં વાગે ઇમરજન્સી સાયરન

LifeStyle
સરકારે સેલ બ્રોડકાસ્ટ સર્વિસને હાલ પુરતી સ્થગિત કરી દીધી છે. કેમ કે તાજેતરમાં ઘણા લોકોને મોડી રાત્રે તેમના ફોન પર ઇમરજન્સી એલર્ટ મળતી હતી. જેના કારણે તેની ટીકા થઈ રહી હતી. જો તમે અડધી રાત્રે અચાનક તમારા ફોનમાં ઇમરજન્સી એલર્ટ રિંગથી પરેશાન છો તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. કેમ કે, સરકારે સેલ બ્રોડકાસ્ટ સર્વિસ (CBS) ને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સલાહને અનુસરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ કે, તાજેતરમાં ઘણા લોકોને મોડી રાત્રે તેમના ફોન પર ઇમરજન્સી એલર્ટ મળતી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા અને ટીકા થઈ રહી હતી. હાલમાં સેવાની ટેક્નિકલ અને ફંક્શનલ રીવ્યુ ચાલી રહી છે. જેને ફરીથી શરૂ કરવાની શક્યતા છે. ટેક્નિકલ રીવ્યુ માટે સર્વિસ સ્થગિત રિપોર્ટ મુજબ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની ભલામણ બાદ સેલ બ્રોડકાસ્ટ સેવાને ...
ગુજરાત / RTO સેવાઓ પર વધ્યો ભાર, વિદેશ જનારાઓના મહત્વના કામ અટવાયા

ગુજરાત / RTO સેવાઓ પર વધ્યો ભાર, વિદેશ જનારાઓના મહત્વના કામ અટવાયા

LifeStyle
રાજ્યમાં વાહન વ્યવહાર વિભાના ઓનલાઈન સારથી પોર્ટલની કામગીરી અટકી જતા અનેક અરજદારો અટવાયા છે. ટેકનિકલ ખામીના કારણે RTO કચેરીઓમાં લાયસન્સની ઓનલાઈન કામગીરી ખોરવાઈ છે. રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા સંચાલિત ઓનલાઈન ‘સારથી પોર્ટલ’માં સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે રાજ્યભરની RTO કચેરીઓમાં લાયસન્સ સંબંધિત અનેક સેવાઓ ખોરવાઈ ગઈ છે. પોર્ટલ પર દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કર્યા બાદ તે સિસ્ટમમાં દેખાતા ન હોવાની ફરિયાદો વધી રહી છે, જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો મળતી માહિતી મુજબ, લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂઅલ, ડુપ્લિકેટ લાયસન્સ તેમજ અન્ય ઓનલાઈન પ્રક્રિયાઓમાં અવરોધ ઉભો થયો છે. ખાસ કરીને વર્ષ 2010 પહેલાં જારી થયેલા ડ્રાઇવિંગ લાયસન્સના રિન્યૂઅલ માટે અરજદારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોના કા...
બિઝનેસ / પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત, સરકારે કર્યા નવા રેટ જાહેર, જાણો ક્યાં થયો ઘટાડો

બિઝનેસ / પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત, સરકારે કર્યા નવા રેટ જાહેર, જાણો ક્યાં થયો ઘટાડો

Breaking News, LifeStyle
અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ શરૂ થયા બાદ સરકાર દર શુક્રવારે રાત્રે પેટ્રોલિયમના ભાવમાં ફેરફાર કરી રહી છે. આ જ ક્રમમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ બાદ દુનિયાભરમાં તેલ સંકટની સ્થિતિ ઉભી થઈ છે. આ દરમિયાન પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા બાદ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 409.78 રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ પ્રતિ લિટર 409.58 રૂપિયા થયો છે. પાકિસ્તાન સરકાર અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ શરૂ થયા બાદથી દર શુક્રવારે રાત્રે પેટ્રોલિયમના ભાવમાં ફેરફાર કરી રહી છે. ગયા અઠવાડિયે સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 14.92 રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલમાં 15 રૂપિયાનો વધારો મંજૂર કર્યો હતો. યુદ્ધ શરૂ થયા બાદ 6 માર્ચે સરકારે સૌથી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 55 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. ...
Summer Health Tips / ગરમીમાં શું વધુ ફાયદાકારક? નારિયેળ પાણી કે શેરડીનો રસ, જાણો એક્સપર્ટની સલાહ

Summer Health Tips / ગરમીમાં શું વધુ ફાયદાકારક? નારિયેળ પાણી કે શેરડીનો રસ, જાણો એક્સપર્ટની સલાહ

LifeStyle
ગરમીમાં તરસ છીપાવવા માટે નારિયેળ પાણી અને શેરડીનો રસ સૌથી લોકપ્રિય વિકલ્પો છે. બંને જ નેચરલ છે અને શરીરને તાજગી આપે છે. ગરમીમાં તરસ છીપાવવા માટે નારિયેળ પાણી અને શેરડીનો રસ સૌથી લોકપ્રિય વિકલ્પો છે. બંને જ નેચરલ છે અને શરીરને તાજગી આપે છે. જોકે જ્યારે સ્વાસ્થ્ય અને હાઇડ્રેશનની વાત આવે છે, ત્યારે લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે કયો વિકલ્પ બેસ્ટ છે. નારિયેળ પાણી ઇલેક્ટ્રોલાઇટ્સ આપે છે જે શરીરના પ્રવાહી સંતુલનને જાળવવામાં મદદ કરે છે, જ્યારે શેરડીનો રસ ગ્લુકોઝનો બેસ્ટ સોર્સ છે જે તાત્કાલિક એનર્જીમાં વધારો કરે છે. નિષ્ણાતોના મતે, આ બંને પીણાંના પોતાના અલગ ફાયદા અને મર્યાદાઓ છે, જેનું સેવન કરતા પહેલા સમજવું જરુરી છે. નારિયેળ પાણી હેલ્થલાઇન અનુસાર, નારિયેળ પાણી હાઇડ્રેશનનું પાવરહાઉસમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા આવશ્યક ખનિજો હોય છે. નારિયેળ પાણીમાં કેલરી અને શુગર ઓછી હોય છે...
BIG NEWS / પેટ્રોલ-ડીઝલ પછી હવે CNGના ભાવમાં પણ વધારો, આજથી લાગુ થયા નવા રેટ

BIG NEWS / પેટ્રોલ-ડીઝલ પછી હવે CNGના ભાવમાં પણ વધારો, આજથી લાગુ થયા નવા રેટ

Breaking News, LifeStyle, What's Hot
પેટ્રોલ અને ડીઝલ પછી, દિલ્હીમાં સીએનજી પણ મોંઘુ થયું છે. પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ વધારો થતાં સામાન્ય લોકોના ખર્ચમાં વધુ વધારો થવાનો છે. 15 મેની વહેલી સવારે દેશની જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો, કારણ કે દિલ્હીમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા દર પ્રમાણે હવે દિલ્હીમાં સીએનજી ₹79.09 પ્રતિ કિલોના ભાવે મળશે. આ પહેલાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા ઇંધણના ભાવોના કારણે વાહનચાલકો, ટેક્સી-ઓટો ડ્રાઇવરો તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકોના બજેટ પર સીધી અસર પડશે. ખાસ કરીને સીએનજી વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે હવે મુસાફરી ખર્ચ વધુ વધી શકે છે. મુંબઈમાં પણ સીએનજીના ભાવમાં વધાર...
Gold Price Today / પેટ્રોલ-ડીઝલમાં વધારા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં પણ હલચલ, જાણો આજના લેટેસ્ટ રેટ

Gold Price Today / પેટ્રોલ-ડીઝલમાં વધારા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં પણ હલચલ, જાણો આજના લેટેસ્ટ રેટ

Breaking News, Business, LifeStyle, What's Hot
સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાનો ભાવ લગભગ ₹1,500 જેટલો ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ચાંદીમાં લગભગ ₹10,300નો મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું અને ચાંદી બંનેના ભાવ નબળા રહ્યા છે. ઈમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ પહેલાં ભાવમાં વધારો થયો હતો, પરંતુ હવે ઊંચા ભાવના કારણે માંગ ઘટી રહી છે, જેના કારણે કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ ₹1,500 ઘટીને ₹1,60,530 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ પણ ₹10,300 ઘટીને ₹2,80,805 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ઇમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ પહેલા સોનાના ભાવમાં સતત બે દિવસ સુધી વધારો જોવા મળ્યો હતો, પરંતુ 14 અને 15 મેના રોજ ફરી ભાવ નીચે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધ...
નેશનલ / પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાના સંકેત? RBI ગવર્નરના નિવેદનથી વધેલી ચર્ચા

નેશનલ / પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાના સંકેત? RBI ગવર્નરના નિવેદનથી વધેલી ચર્ચા

Breaking News, LifeStyle, What's Hot
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના મતે, જો પશ્ચિમ એશિયામાં સંઘર્ષ લંબાય તો ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે. આનાથી ચિંતા વધી છે કે ભારતમાં ઈંધણ વધુ મોંઘુ થઈ શકે છે અને મોંઘવારી વધી શકે છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ વૈશ્વિક અર્થતંત્ર અને ભારતની સ્થાનિક પરિસ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો લાવી શકે છે, જેની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પડશે. વૈશ્વિક અસ્થિરતા અને તેલનો પૂરવઠો મીડિયા રિપોર્ટ અનુસાર, ગવર્નર મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી હતી કે પશ્ચિમ એશિયા ક્ષેત્ર વૈશ્વિક તેલ પુરવઠા માટેનું એક મુખ્ય કેન્દ્ર છે. આ ક્ષેત્રમાં ચાલુ તણાવ અથવા યુદ્ધની સ્થિતિ સીધી રીતે પુરવઠા શૃંખલાઓને વિક્ષેપિત કરે છે. ભારત તેની ઉર્જા જરૂરિય...
ઓટો / ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ખુશખબર, સરકારના નવા નિર્ણયથી મળશે મોટો લાભ; જાણો વિગત

ઓટો / ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ખુશખબર, સરકારના નવા નિર્ણયથી મળશે મોટો લાભ; જાણો વિગત

Breaking News, Business, LifeStyle, Technology, What's Hot
ઇલેક્ટ્રિક વાહનોની ડીમાંડ વધી રહી છે પણ રેન્જની ચિંતાનો પણ પડકાર છે. આથી ઇલેક્ટ્રિક મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દેશભરમાં 4874 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો બનાવશે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી છે પરંતુ તેની સામે પડકારો હજુ પણ છે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 5.77% સુધી પહોંચી ગયો છે. પણ રેન્જની ચિંતા હજુ પણ દૂર થઈ નથી. આ સ્થિતિમાં સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે EV કાર માલિકોની મોટી ચિંતાને દૂર કરશે. ભારતમાં ઇલેક્ટ્રિક મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે હેવી ઇન્ડસ્ટ્રી મંત્રાલયે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. જેમાં મંત્રાલય દેશભરમાં 4,874 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરશે. સરકાર આ પ્રોજેક્ટ પર 503.86 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ PM e-Drive યોજનાનો એક હિસ્સો છે. આ અંગે કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ ...
મોરબી દુર્ઘટના : જૂના સાદુળકા પાસે ખાડામાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યા

મોરબી દુર્ઘટના : જૂના સાદુળકા પાસે ખાડામાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યા

Breaking News, LifeStyle, Travel, What's Hot
મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબી શોધખોળ બાદ ફાયર વિભાગે ત્રણેયના મૃતદેહ શોધી કાઢ્યા છે. ન્હાવા ગયા ને કાળ ભેટ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના જૂના સાદુળકા વિસ્તારમાં પાણી ભરેલા એક મોટા અને ઊંડા ખાડામાં ત્રણ યુવાનો ન્હાવા માટે પડ્યા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ત્રણેય યુવાનો એકપછી એક ડૂબવા લાગ્યા હતા. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ ત્રણેય યુવાન...
Gold Price Today / સરકારના એક નિર્ણયથી સોનામાં આગ જેવી તેજી, ચાંદીના ભાવ પણ 3 લાખ પાર પહોંચ્યા!

Gold Price Today / સરકારના એક નિર્ણયથી સોનામાં આગ જેવી તેજી, ચાંદીના ભાવ પણ 3 લાખ પાર પહોંચ્યા!

Breaking News, LifeStyle, What's Hot
ઇમ્પોર્ટ ડ્યુટી વધાર્યા પછી સોનું અને ચાંદીના ભાવમાં તેજી આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી દેશના લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી રહ્યા હતા. હવે સરકારે બુધવારથી સોનું અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી છે જેના કારણે સોનાના ભાવમાં અચાનક લગભગ 11,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. સોનું અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સરકારના એક નિર્ણય બાદ આ કિંમતી ધાતુઓના ભાવમાં ભારે વધારો થયો છે. બુધવારે MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનાના ભાવમાં અચાનક 10 ગ્રામ દીઠ 11,000 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો જ્યારે ચાંદીનો ભાવ પણ ઝડપથી વધી 3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઉપર પહોંચી ગયો. આ તેજીનું મુખ્ય કારણ એ છે કે સરકારે સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી (કસ્ટમ ડ્યૂટી) વધારી દીધી છે. અગાઉ આ ડ્યૂટી 6 ટકા હતી જેને હવે સીધી વધારીને 15 ટકા કરવામ...