Tuesday, February 17News That Matters

ગુજરાત-જર્મની ‘ગ્લોબલ પાર્ટનર’

ગુજરાત હવે વૈશ્વિક ઉદ્યોગો માટે વિશ્વસનીય સરનામું બની ગયું છે! . CM ભૂપેન્દ્ર પટેલની જર્મન ડેલિગેશન સાથે બેઠકનું સૌથી મહત્વનું પાસું એ રહ્યું કે, જર્મન ડેલિગેશન ભારતના જીડીપીમાં ગુજરાતના 8 ટકાથી વધુના યોગદાનથી અત્યંત પ્રભાવિત થયું છે. મુખ્યમંત્રીએ જર્મન ઉદ્યોગોના રોકાણને વધુ સુવિધાપૂર્ણ બનાવવા માટે ખાસ ‘હેલ્પ ડેસ્ક’ શરૂ કરવાના દિશાનિર્દેશ આપ્યા છે, જે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની દિશામાં એક મોટું કદમ છે. જર્મની પોતાની સપ્લાય ચેઈનને ડાયવર્સિફાઈ કરવા ઈચ્છે છે અને તે માટે ગુજરાત તેમની પહેલી પસંદ બની રહ્યું છે. ખાસ કરીને એસ.એમ.ઈ. સેક્ટર અને રિન્યુએબલ એનર્જીમાં જર્મનીની અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ ગુજરાતના ઉદ્યોગોને મળે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી છે. વિકસિત ભારત 2047 ના લક્ષ્યને હાંસલ કરવામાં ગુજરાત અને જર્મનીની આ જુગલબંધી નિર્ણાયક સાબિત થશે. સિમેન્સ જેવી વૈશ્વિક કંપનીઓના સીઈઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા, જે દર્શાવે છે કે આવનારા સમયમાં ગુજરાતમાં મોટા પાયે વિદેશી મૂડીરોકાણ આવશે. અમે તમને આ ઔદ્યોગિક પ્રગતિના દરેક સમાચાર આપતા રહીશું. જોતા રહો… અડગ મન, અવિરત સેવા! માત્ર ન્યૂ ભારત ન્યૂઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *