Sunday, August 16News That Matters

What’s Hot

દેશભરમાં ઉજવાયો યોગ દિવસ, કોલકાતાથી કાશ્મીર સુધી જોવા મળ્યો અનોખો ઉત્સાહ

દેશભરમાં ઉજવાયો યોગ દિવસ, કોલકાતાથી કાશ્મીર સુધી જોવા મળ્યો અનોખો ઉત્સાહ

What's Hot
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબસૂરત તસવીરો આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'Yoga for Healthy Ageing' રાખવામાં આવી હતી. કોલકાતાના રેડ રોડ પર યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં 35 હજારથી વધુ લોકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે યોગ હવે લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે. દેશના વિવિધ શહેરોમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજકીય આગેવાનો અને હજારો નાગરિકોએ યોગ કરીને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. કોલકાતામાં મુખ્ય કાર્યક્રમનું આયોજન આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલા ઐતિહાસિક રેડ રોડ પર યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીંથી સમગ્ર દેશને યોગનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા અને એકસાથે યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના નેતાઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા ...
RE-NEET પરીક્ષા માટે અમદાવાદ પોલીસ એલર્ટ, ડ્રોનથી થશે કેન્દ્રોની દેખરેખ

RE-NEET પરીક્ષા માટે અમદાવાદ પોલીસ એલર્ટ, ડ્રોનથી થશે કેન્દ્રોની દેખરેખ

What's Hot
Ahmedabad News: આવતીકાલે 21મી જૂને દેશભરમાં નીટની રી-એકઝામ લેવાઈ રહી છે. ગુજરાતના 79 હજાર વિદ્યાર્થી સહિત દેશમાં 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. Ahmedabad News: આવતીકાલે 21મી જૂને દેશભરમાં નીટની રી-એકઝામ લેવાઈ રહી છે. ગુજરાતના 79 હજાર વિદ્યાર્થી સહિત દેશમાં 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. નીટની રી-એકઝામને લઈ અમદાવાદ પોલીસ તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદના 23 કેન્દ્રો પર 10445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 23 સેન્ટર આસપાસ વિસ્તારનું પોલીસ કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ થશે.પેપરને સેન્ટર પર પહોંચાડવા એસ્કોર્ટ અને પોલીસ બંદોબસ્ત અપાશે. NTAની ગાઈડલાઈન મુજબનો બંદોબસ્ત આપવામાં આવશે. 8 ડ્રોન દ્વારા કેન્દ્રો બહાર બાજ નજર રાખવામાં આવશે. મૂવિંગ નિર્ભયાના CCTVનો કેન્દ્ર બહાર ઉપયોગ થશે. 6 DCP, 15 PI સહિતના સ્ટાફ ખડેપગે રહેશે. અમદાવાદના 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટ...
NEET-UG ઉમેદવારો માટે મોટી જાહેરાત, NTAએ શરૂ કર્યો ઓફિશિયલ WhatsApp નંબર

NEET-UG ઉમેદવારો માટે મોટી જાહેરાત, NTAએ શરૂ કર્યો ઓફિશિયલ WhatsApp નંબર

What's Hot
NTA એ 21 જૂનની NEET-UG પુનઃપરીક્ષા માટે ઓફિશિયલ વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. આનાથી વિદ્યાર્થીઓને સચોટ માહિતી મળશે અને અફવાઓથી બચી શકાશે. મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 21 જૂનના રોજ યોજાનારી NEET-UGની પુનઃપરીક્ષામાં સામેલ થઈ રહેલા લાખો વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની અફવાનો ભોગ ન બને તે માટે NTA એ ઓફિશિયલ વોટ્સએપ ચેનલની શરૂઆત કરી છે. આ ચેનલના માધ્યમથી પરીક્ષાર્થીઓને પરીક્ષા સંબંધિત તમામ સચોટ અને સત્તાવાર વિગતો સીધી તેમના મોબાઈલ પર મળી રહેશે. શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની માહિતી આપતા NTA એ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આ ડિજિટલ સેવાની શરૂઆત કરવામાં આવી છે. બ્લુ ટિક અને વેરિફાઇડ નંબર તપાસવો જરૂરી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સચેત કરતા સ્પષ્ટ...
નેશનલ / NTAની મોટી ભૂલ! NEET ઉમેદવારે માંગ્યું નાગપુર સેન્ટર, એડમિટ કાર્ડમાં આવ્યું અબુ ધાબી

નેશનલ / NTAની મોટી ભૂલ! NEET ઉમેદવારે માંગ્યું નાગપુર સેન્ટર, એડમિટ કાર્ડમાં આવ્યું અબુ ધાબી

What's Hot
NEET: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને લઇ વિવાદ ઓછા થવાના નામ નથી લઇ રહ્યા NEET પેપર લીકમાં ગેરરીતિઓ અંગે પ્રશ્નો ઉભા થયા હતા, ત્યારે 21 જૂને યોજાનારી નીટ પરીક્ષા પહેલા હવે વધુ એક વિવાદ ઉભો થયો છે. NEET: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને લઇ વિવાદ ઓછા થવાના નામ નથી લઇ રહ્યા NEET પેપર લીકમાં ગેરરીતિઓ અંગે પ્રશ્નો ઉભા થયા હતા, ત્યારે 21 જૂને યોજાનારી નીટ પરીક્ષા પહેલા હવે વધુ એક વિવાદ ઉભો થયો છે. એજન્સીએ 21 જૂને યોજાનારી નીટ પુનઃપરીક્ષા માટે નાગપુરના અબ્દુલ્લા નામના વિદ્યાર્થીને સીધા અબુ ધાબી (UAE) માં એક કેન્દ્ર ફાળવ્યું છે. જો કે એવું નથી કે એનટીએ વિદેશમાં કેન્દ્ર આપતુ નથી પરંતુ તે ફક્ત એનઆરઆઇ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે હોય છે. નીટ પરીક્ષા 21 જૂને દેશભરમાં ફરીથી યોજાવાની છે. 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરી એકવાર પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે, ત્યારે નાગપુરના રહેવાસી અબ્દુલ્લા મોહમ્...
ભારત / અમિત શાહ અને અમેરિકી રાજદૂત સર્જિયો ગોર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા

ભારત / અમિત શાહ અને અમેરિકી રાજદૂત સર્જિયો ગોર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા

What's Hot
ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક મળી બેઠકમાં આતંકવાદ, ડ્રગ્સ, સીમા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર અને અમિત શાહ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી. આતંકવાદ સામેની લડતને વધુ મજબૂત બનાવવાના મુદ્દા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. નશીલા પદાર્થો અને ગેરકાયદે ડ્રગ્સના નેટવર્ક સામે સંયુક્ત પ્રયાસો વધારવા અંગે પણ ચર્ચા થઈ. ભારત અને અમેરિકા બંનેની સરહદ સુરક્ષા મજબૂત બનાવવા માટે સહકાર વધારવા પર ભાર મૂકાયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર લખ્યું, "ગૃહમંત્રી અમિત શાહ સાથે સારી મીટિંગ થઇ. આતંકવાદ સામે લડવા, આપણા લોકોને નશીલા પદાર્થોથી બચાવવા અને ગેરકાયદેસર ઘૂસાડાતાં ડ્રગ્સથી બચાવવા, પોતાની સીમાને સુરક્ષ...
નેશનલ / ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિની આશા, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની શક્યતા?

નેશનલ / ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિની આશા, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની શક્યતા?

What's Hot
Petrol-Diesel: કેન્દ્રીય મંત્રીએ આનું કારણ જણાવતા કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરવામાં ઘણા ફેક્ટર સામેલ છે, જેમાં સસ્તા ક્રૂડ ઓઈલને ભારતમાં પહોંચવામાં લાગતો સમય પણ સામેલ છે. ઈરાન અને અમેરિકા વચ્ચેની ડીલ બાદથી ક્રૂડ ઓઈલની કિંમતો સતત ઘટી રહી છે, પરંતુ શું આ પછી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? આ અંગે સરકાર તરફથી નિવેદન આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ ગુરુવારે કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાને કારણે ઈંધણના ભાવમાં તરત ઘટાડો થઈ શકે તેમ નથી. આનું કારણ જણાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરવામાં ઘણા ફેક્ટર સામેલ છે, જેમાં સસ્તા ક્રૂડ ઓઈલને ભારતમાં પહોંચવામાં લાગતો સમય પણ સામેલ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું? ઈંધણના ભાવમાં તાજેતરના વધારા અંગે પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને પર્યટન રાજ્યમંત...
વડોદરા / મહીસાગર નદીમાં કરુણ દુર્ઘટના, મિત્રો સાથે નાહવા ગયેલો યુવક ડૂબ્યો

વડોદરા / મહીસાગર નદીમાં કરુણ દુર્ઘટના, મિત્રો સાથે નાહવા ગયેલો યુવક ડૂબ્યો

What's Hot
મહીસાગર નદીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. નદીમાં નાહવા કે અન્ય કારણસર ગયેલો એક યુવક અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની માહિતી મળી છે. વડોદરા જિલ્લામાંથી એક ચિંતાજનક અને દુઃખદ ઘટના સામે આવી છે. સાવલી તાલુકાના લાછનપુર ગામ નજીક વહેતી મહીસાગર નદીમાં એક યુવક ડૂબી જતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. મિત્રો સાથે નદીમાં નાહવા ગયેલો યુવક અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો સાથે મહીસાગર નદીમાં નાહવા માટે આવ્યો મળતી માહિતી મુજબ મુકેશ નામનો યુવક પોતાના મિત્રો સાથે મહીસાગર નદીમાં નાહવા માટે આવ્યો હતો. ઉનાળાની ગરમી અને રજાના દિવસોને કારણે યુવાનો નદીમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. દરમિયાન મુ...
અમદાવાદ પ્લેન ક્રેશ / દુર્ઘટનામાં તૂટી પડ્યાં 15 પરિવારોના સપના, સ્વજનોની ચીજવસ્તુઓ પણ ન લઈ શક્યાં

અમદાવાદ પ્લેન ક્રેશ / દુર્ઘટનામાં તૂટી પડ્યાં 15 પરિવારોના સપના, સ્વજનોની ચીજવસ્તુઓ પણ ન લઈ શક્યાં

Breaking News, What's Hot
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાનું વિમાનને અકસ્માત થયાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આજે પણ અનેક પરિવારજનોએ તેમના સ્વજનોની મળેલી વ્યક્તિગત ચીજ વસ્તુઓ હજુ પણ લીધી નથી. અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-171ના ભયાનક વિમાન અકસ્માતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં અનેક પરિવારો માટે દુઃખની એ પીડા આજે પણ તાજી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૪૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી ૧૫ પરિવારો એવા છે, જેમણે પોતાનાં સ્વજનોની મળેલી વ્યક્તિગત ચીજવસ્તુઓ પાછી લેવાનો ઇનકાર કરી દીધો હતો. એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ અકસ્માત સ્થળેથી કુલ આશરે ૨૨ હજાર વસ્તુઓ મળી આવી હતી, તેમાંથી લગભગ આઠ હજાર વસ્તુઓ-જેમ કે કપડાં, પાસપોર્ટ, વોલેટ, દસ્તાવેજો, તસવીરો અને અન્ય સામાન સંબંધિત વ્યક્તિઓ સાથે ઓળખી શકાય તેવી હતી. આ ચીજવસ્તુઓ પરત આપવા માટે અમદાવાદમાં વિશેષ ‘ફેમિલી રિટર્ન્સ સેન્ટર’ (FRC) શરૂ કરવામાં આવ્યું હતું...
આનંદો / સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે પે કમિશનને આપી લીલી ઝંડી

આનંદો / સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે પે કમિશનને આપી લીલી ઝંડી

What's Hot
પશ્ચિમ બંગાળની નવી રચાયેલી સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટી અને ઐતિહાસિક ભેટ આપી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી નવી સરકારની બીજી કેબિનેટ બેઠકમાં 7th નાણાં પંચ (7th Pay Commission) ના ગઠનને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. સોમવારે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની આગેવાની હેઠળ યોજાયેલી નવી કેબિનેટની બીજી મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના લાખો સરકારી કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બંગાળમાં લાંબા સમયથી પડતર માંગણી સમાન 7th નાણાં પંચના ગઠનને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ભાજપે વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પોતાના સંકલ્પ પત્રમાં વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો રાજ્ય કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવશે. આ વચનને અમલમ...
નેશનલ / વિદેશ પ્રવાસ પર નવા ટેક્સની ચર્ચા વચ્ચે PM મોદીએ તોડી ચુપ્પી, અફવાઓ પર આપ્યો સ્પષ્ટ જવાબ

નેશનલ / વિદેશ પ્રવાસ પર નવા ટેક્સની ચર્ચા વચ્ચે PM મોદીએ તોડી ચુપ્પી, અફવાઓ પર આપ્યો સ્પષ્ટ જવાબ

What's Hot
Foreign Travel Tax Rumor: એક અહેવાલમાં વિદેશ યાત્રા પર ટેક્સ, સેસ અથવા સરચાર્જ લગાવવાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે સરકાર વિદેશ પ્રવાસ કરનારા નાગરિકો પર વધારાનો આર્થિક બોજ નાખવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. જોકે, આ અહેવાલો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ પીએમ મોદીએ પોતે સામે આવીને આ તમામ સમાચારોને સદંતર ખોટા ગણાવ્યા છે. પીએમના સત્તાવાર ખુલાસા બાદ સંબંધિત ન્યૂઝ ચેનલે ખેદ વ્યક્ત કરીને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને આ સમાચારને પોતાની વેબસાઇટ પરથી હટાવી દીધી હતી. વાઇરલ અહેવાલમાં શું દાવો કરવામાં આવ્યો હતો? આ અહેવાલમાં દાવો કરાયો હતો કે આ પ્રસ્તાવ પર સરકારમાં ઉચ્ચ સ્તરે ચર્ચા ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની વધતી કિંમતો, આયાત ખર્ચ અને વૈશ્વિક યુદ્ધની સ્થિતિના કારણે ઊભા થયેલા આર્થિક દબાણને પહોંચી વળવા માટે આ ટેક્સ હંગામી ધોરણે લાગુ થઈ શકે...