મનોરંજન / ₹700ની નોકરીથી શરૂ કરી સફર, આજે ‘બાઘા’ તરીકે ઘર-ઘરમાં જાણીતા છે તન્મય વેકરિયા
‘બાઘા’ તરીકે ઘેરઘેર ઓળખાય છે તન્મય વેકરિયા
આજે તન્મય વેકરિયા ઘેરઘેર જાણીતા કલાકાર છે, પરંતુ આ સફળતા તેમને સરળતાથી મળી નહોતી. ગ્રેજ્યુએશન બાદ લાંબા સમય સુધી તેમને કામ મળતું નહોતું અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરિવારની જવાબદારીઓ વચ્ચે તેમણે નોકરી પણ કરી અને અભિનયનું સપનું પણ જીવંત રાખ્યું. વર્ષો સુધીના સંઘર્ષ બાદ તેમને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બાઘાનું પાત્ર મળ્યું, જેણે તેમનું જીવન બદલી નાખ્યું.
અભિનયનો શોખ બાળપણથી જ હતો
તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયા ગુજરાતી થિયેટરના જાણીતા કલાકાર હતા. બાળપણથી જ પિતાને મંચ પર અભિનય કરતા જોઈને તન્મયને પણ અભિનયમાં રસ પડ્યો હતો. તેમણે 1999માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અભિનય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. તેઓ સતત ઓડિશન આપતા અને પ્રોડક્શન હાઉસમાં પોર્ટફોલિયો આપતા રહ્યા, પરંતુ શરૂઆતમાં સફળતા મળી નહોતી. આ સમયગા...









