
ગુજરાતમાં ગયા વર્ષે ટેકાના ભાવે પ્રતી ખેડૂત 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવતી હતી તેને રાજ્ય સરકારે 125 મણ કરી દીધી છે.જ્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તો સાતમા દિવસે મગફળીના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે ત્યારે અત્યારે ગુજરાતભરના એક લાખ કરતા વધારે ખેડૂતો છે કે જે મગફળી ટેકાના કેન્દ્રમાં વેચી આવ્યા એને એક મહિના થી દોઢ મહિનો થઈ ગયો તેમ છતાં હજુ સુધી રૂપિયા આવ્યા નથી.ત્યારે કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ કૃષિમંત્રી ને પત્ર લખ્યો છે.આવો જોઈએ કે પાલ આંબલિયાએ શું કહ્યું….
