Friday, June 19News That Matters

રાજકારણ / કોળી સમાજના નેતૃત્વ મુદ્દે ઘમાસાણ, બોટાદના મોટા સખપરમાં આજે શક્તિ પ્રદર્શન

બોટાદમાં આજે કોળી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. ગઢડા તાલુકાના મોટા સખપર ગામે આજે પ્રવિણ કોળી સહિતના આગેવાનોએ મહાસંમેલનનું આયોજન કર્યું છે.

કોળી સમાજમાં નેતૃત્વ અને વર્ચસ્વના મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આજે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે કોળી સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન સમાજના આગેવાનો દ્વારા યોજાઈ રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સમાજજનો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, પ્રવિણ કોળી સહિતના સમાજના વિવિધ આગેવાનોના નેતૃત્વમાં આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે સંમેલનમાં કોઈપણ મંત્રી કે ધારાસભ્યની સત્તાવાર હાજરી ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

આજે સાંજે 5 વાગ્યે યોજાનારા સંમેલનને લઈને સ્થળ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા અનુસાર, સમાજના વિવિધ પ્રશ્નો, સંગઠનની એકતા અને ભવિષ્યની દિશા અંગે ચર્ચા કરવામાં આવશે. દિલ્હીમાં કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે.

સંમેલન બાદ સમાજના આગેવાનો દ્વારા શું સંદેશ આપવામાં આવે છે અને તેનો સમાજ તેમજ સ્થાનિક રાજકારણ પર શું પ્રભાવ પડે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *