Sunday, August 2News That Matters

અમદાવાદ / SG હાઇવે પર વધી રહી છે અકસ્માતોની ચિંતા, 1 કિમી વિસ્તાર જાહેર થયો બ્લેક સ્પોટ

અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઇવે પરનો એક ભાગ હાલમાં વાહનચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે. બ્લેક સ્પોટ જાહેર થયા બાદ પણ જરૂરી સુરક્ષા વ્યવસ્થાના અભાવે અકસ્માતનો ખતરો યથાવત્ હોવાનું સામે આવ્યું છે

અમદાવાદના S.G. હાઇવે પરનો લગભગ એક કિલોમીટરનો રસ્તો બ્લેક સ્પોટ તરીકે ઓળખાઈ રહ્યો છે. રોડ સેફ્ટી ઓથોરિટીના આંકડા અને સ્થળ પરની સ્થિતિ બંને દર્શાવે છે કે આ વિસ્તાર વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. જોકે આ વિસ્તારને બ્લેક સ્પોટ તરીકે ઓળખવામાં આવ્યો હોવા છતાં અહીં ક્યાંય યોગ્ય વોર્નિંગ સાઇન જોવા મળતા નથી, જેના કારણે અકસ્માતની શક્યતા વધુ વધી રહી છે.

ટર્નિંગ મીરર (રિફ્લેક્ટિંગ શીટ) પણ તૂટેલી હાલતમાં

મળતી માહિતી મુજબ S.G. હાઇવે પર મૂકવામાં આવેલા ટર્નિંગ મીરર (રિફ્લેક્ટિંગ શીટ) પણ તૂટેલી હાલતમાં છે. સામાન્ય રીતે આવા મીરર વાહનચાલકોને આગળના વળાંક અને સામે આવતા વાહનો અંગે અગાઉથી જાણકારી આપવામાં મદદરૂપ બને છે. પરંતુ મીરર તૂટેલા હોવાથી વાહનચાલકોને સમયસર ધ્યાન રહેતું નથી અને અકસ્માત સર્જાવાનો ખતરો વધી જાય છે.

ટર્ન આવેલ હોવાથી આ વિસ્તાર વધુ જોખમી

ખાસ કરીને પકવાન બ્રિજ અને ઇસ્કોન બ્રિજના લેન્ડિંગ પોઇન્ટ પાસે જ ટર્ન આવેલ હોવાથી આ વિસ્તાર વધુ જોખમી બની ગયો છે. વાહનચાલકો હાઇસ્પીડમાં આવી રહ્યા હોય ત્યારે અચાનક આવતા વળાંકના કારણે વાહન પરનો કાબૂ ગુમાવવાની સ્થિતિ સર્જાય છે. યોગ્ય ચેતવણીના અભાવે ઘણા વાહનચાલકો છેલ્લી ક્ષણે વળાંક અંગે સચેત થાય છે, જેના કારણે અકસ્માત સર્જાય છે.

રસ્તા પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા દેખાતી નથી

સ્થાનિક લોકો અને નિયમિત આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોના જણાવ્યા અનુસાર બ્લેક સ્પોટ હોવા છતાં રસ્તા પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા દેખાતી નથી. ખાસ કરીને રાત્રિના સમયે પ્રકાશની અછત અને તૂટેલા રિફ્લેક્ટિંગ મીરરના કારણે મુશ્કેલી વધુ વધી જાય છે. પરિણામે વાહનચાલકો માટે જોખમ વધે છે અને અકસ્માતની શક્યતા પણ વધી જાય છે.

પકવાન જંક્શન પર 14 જેટલા અકસ્માત

રોડ સેફ્ટી ઓથોરિટીના આંકડા મુજબ પકવાન જંક્શન પર 14 જેટલા અકસ્માત નોંધાયા છે, જ્યારે ઇસ્કોન જંક્શન પાસે 12 જેટલા અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા દર્શાવે છે કે આ વિસ્તાર કેટલો સંવેદનશીલ બની ગયો છે. સતત અકસ્માતો છતાં જો જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર ઘટનાઓ બનવાની શક્યતા નકારી શકાય નહીં.

રોડ સેફ્ટી ઓથોરિટીના આંકડા મુજબ પકવાન જંક્શન પર 14 જેટલા અકસ્માત નોંધાયા છે, જ્યારે ઇસ્કોન જંક્શન પાસે 12 જેટલા અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા દર્શાવે છે કે આ વિસ્તાર કેટલો સંવેદનશીલ બની ગયો છે. સતત અકસ્માતો છતાં જો જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર ઘટનાઓ બનવાની શક્યતા નકારી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *