
વુમન ક્રિકેટ ક્લબના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ટીમ સ્પિરિટ અને રમતગમતની ભાવનાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પ્રોકોમેક ફીનક્વીન્સ ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે યુનિટી ચાર્જર્સ ટીમ રનર્સ-અપ રહી હતી. ખાસ વાત એ હતી કે સમગ્ર આયોજન અને સંચાલન મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.

1. મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મહિલાઓમાં ક્રિકેટ પ્રત્યે ઉત્સાહ અને રમતગમતની ભાવના વધારવાના હેતુથી WCC (Women’s Cricket Club) દ્વારા WCC Champions Cup – 1st Edition નું ભવ્ય આયોજન રવિવાર, તા. 14 જૂન 2026 ના રોજ કરવામાં આવ્યું હતું.. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો અને 64 મહિલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

2. 8 ટીમોએ લીધો ભાગ
ટુર્નામેન્ટની ખાસિયત તરીકે ટીમોની રચના ઓક્શન પદ્ધતિથી કરવામાં આવી હતી, જેના કારણે સ્પર્ધામાં અલગ જ રોમાંચ જોવા મળ્યો. બોક્સ ક્રિકેટ અને પેર ક્રિકેટ ફોર્મેટ હેઠળ રમાયેલી દરેક મેચ 8 ઓવરની હતી, જેમાં ખેલાડીઓએ ઉત્તમ રમત અને સ્પોર્ટ્સમેન સ્પિરિટનું પ્રદર્શન કર્યું. રોમાંચક ફાઇનલ મુકાબલામાં પ્રોકોમેક ફિન ક્વીન ટીમે શાનદાર પ્રદર્શન સાથે વિજય હાંસલ કરીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો. જ્યારે યુનિટી ચાર્જર્સ ટીમે ઉત્તમ રમત સાથે રનર-અપ સ્થાન મેળવ્યું.

3. રોમાંચક મુકાબલો
ટુર્નામેન્ટના સફળ સંચાલનમાં એડમિન રચના શાહ, પ્રિયંકા મહેશ્વરી અને પૂજા શાહ તથા કમિટી સભ્યો અંકિતા પટેલ, સ્નેહા શાહ અને હેલી પરીખ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

4. પ્રોગ્રેસ ફ્રેન્ડલીઝ ટીમ ફાઈનલ જીતી
આ સફળ આયોજનમાં Unity Small Finance Bank, Homsy, Arpan Global, Concept Diagnostics, SSS Insurance & Risk Management Pvt. Ltd. તથા Athletic Girls United જેવા સ્પોન્સર્સનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો.

5. સંચાલન પણ મહિલાઓએ કર્યું
આ ટુર્નામેન્ટે માત્ર ક્રિકેટ સ્પર્ધા જ નહીં પરંતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને એકતાનો પણ ઉત્તમ સંદેશ આપ્યો. ભાવિ સમયમાં WCC દ્વારા આવા વધુ મોટા અને પ્રેરણાદાયક રમતોત્સવોનું આયોજન કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
