અમદાવાદ / SG હાઇવે પર વધી રહી છે અકસ્માતોની ચિંતા, 1 કિમી વિસ્તાર જાહેર થયો બ્લેક સ્પોટ
અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઇવે પરનો એક ભાગ હાલમાં વાહનચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે. બ્લેક સ્પોટ જાહેર થયા બાદ પણ જરૂરી સુરક્ષા વ્યવસ્થાના અભાવે અકસ્માતનો ખતરો યથાવત્ હોવાનું સામે આવ્યું છે
અમદાવાદના S.G. હાઇવે પરનો લગભગ એક કિલોમીટરનો રસ્તો બ્લેક સ્પોટ તરીકે ઓળખાઈ રહ્યો છે. રોડ સેફ્ટી ઓથોરિટીના આંકડા અને સ્થળ પરની સ્થિતિ બંને દર્શાવે છે કે આ વિસ્તાર વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. જોકે આ વિસ્તારને બ્લેક સ્પોટ તરીકે ઓળખવામાં આવ્યો હોવા છતાં અહીં ક્યાંય યોગ્ય વોર્નિંગ સાઇન જોવા મળતા નથી, જેના કારણે અકસ્માતની શક્યતા વધુ વધી રહી છે.
ટર્નિંગ મીરર (રિફ્લેક્ટિંગ શીટ) પણ તૂટેલી હાલતમાં
મળતી માહિતી મુજબ S.G. હાઇવે પર મૂકવામાં આવેલા ટર્નિંગ મીરર (રિફ્લેક્ટિંગ શીટ) પણ તૂટેલી હાલતમાં છે. સામાન્ય રીતે આવા મીરર વાહનચાલકોને આગળના વળાંક અને સામે આવતા વાહનો અંગે અગાઉથી જાણકારી આપવામાં મદદરૂ...
