
Punjab Bathinda Car Accident : સવારના સમયે ભારે ધુમ્મસ હોવાના કારણે ડ્રાઈવરને રસ્તો સ્પષ્ટ દેખાયો નહીં અને કાર ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ અને પછી…
Punjab Bathinda Car Accident : પંજાબથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાઢ ધુમ્મસ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શનિવારે સવારે બઠિંડા જિલ્લાના નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના વાવ-થરાદ વિસ્તારના પાંચ યુવાનોના દુઃખદ અવસાન થયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

શું છે સમગ્ર ઘટના ?
વિગતો મુજબ શિમલાની મુસાફરી પૂર્ણ કરીને પરત ફરતી એક ફોર્ચ્યુનર કાર બઠિંડા નજીક ગુડતડી ગામ પાસે અચાનક અકસ્માતનો ભોગ બની. આ તરફ સવારના સમયે ભારે ધુમ્મસ હોવાના કારણે ડ્રાઈવરને રસ્તો સ્પષ્ટ દેખાયો નહીં અને કાર ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ. ટક્કર એટલી ભયંકર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. આ તરફ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કારના પાટીયા વળી જતાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ભારે મહેનત પડી.
એક સાથે 5 લોકોના દર્દનાક મોત
આ દુર્ઘટનામાં કારમાં સવાર તમામ પાંચેય લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિગતો મુજબ મૃતકો ગુજરાતના વાવ-થરાદ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે મૃતકોમાં દિયોદર તાલુકાના રાટીલા ગામની અમિતાબહેન રાજપૂતનો પણ સમાવેશ થાય છે, જે પોલીસ વિભાગમાં લેડી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમની સાથે પરિવારના અન્ય સભ્યો અને સગા-સંબંધીઓ પણ હતા, જેઓ તમામની ઉંમર 25 થી 30 વર્ષ વચ્ચે હોવાનું જણાવાયું છે.
મૃતકોના નામ
- અમિતાબહેન રાજપૂત (રહે. રાટીલા, દિયોદર)
- અરજણભાઇ સુબાભાઇ રાજપૂત (રહે. રાટીલા, દિયોદર)
- ભરતભાઈ અજાભાઇ રાજપૂત (રહે. અછવાડીયા, લાખણી)
- જનકભાઈ રાજપૂત (રહે. જેતડા, થરાદ)
- સતીષ
