Tuesday, February 17News That Matters

Tag: #AHMEDABAD #DRUGS #AIRPORT

Ahmedabad news: એરપોર્ટથી 12 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે 4 શખ્સો ઝડપાયા

Ahmedabad news: એરપોર્ટથી 12 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે 4 શખ્સો ઝડપાયા

Breaking News, What's Hot
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે એક મોટા ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન અંદાજે 12 કરોડ રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ ચાર શખસોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની હિલચાલ શંકાસ્પદ જણાતા તપાસ એજન્સીએ તેને અટકાવ્યા મળતી માહિતી મુજબ, મલેશિયાથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ ઉતરેલા અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રિતની હિલચાલ શંકાસ્પદ જણાતા એજન્સીઓએ તેને અટકાવ્યા હતા. તેની કડક તપાસ અને તેમના સામાનનું સ્કેનિંગ કરતા તેમાંથી આશરે 12 કિલો 400 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આ હાઈબ્રીડ ગાંજો વિદેશી માર્કેટમાં ખૂબ ઊંચી કિંમત ધરાવે છે અને ઈન્ટરનેશનલ બજારમાં તેની અંદાજિત કિંમત 12 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો...