Tuesday, February 17News That Matters

Tag: #america #immigration #worldnews

અમેરિકામાં ઈમિગ્રેશન અધિકારીઓએ વટાવી હદ! માત્ર પાંચ વર્ષના બાળકની કરી અટકાયત

અમેરિકામાં ઈમિગ્રેશન અધિકારીઓએ વટાવી હદ! માત્ર પાંચ વર્ષના બાળકની કરી અટકાયત

Breaking News, LifeStyle, Politics, What's Hot
અમેરિકી ઇમિગ્રેશન અધિકારીઓએ મિનેસોટાના કોલંબિયા હાઇટ્સમાં માત્ર પાંચ જ વર્ષના બાળકની અટકાયત કરીને તમામ હદો પાર કરી દીધી હતી. વળી આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓએ આ બાળકને એવા સમયે અટકાયતમાં લીધો જ્યારે તે સ્કૂલેથી પરત ફરી રહ્યો હતો. પરિવારની કારમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યો અને પછી પોતાના જ ઘરનો દરવાજો ખખડાવવા બાળક પર દબાણ કર્યું હતું કે જેથી પિતાની ધરપકડ કરી શકાય. અધિકારીઓ બાળકને પોતાની સાથે લઈ ગયા અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના અધિકારીઓ અને એજન્ટો ખરેખર તો આ બાળક લિયામ કોનેજો રામોસના પિતા એડ્રિયન એલેક્ઝેન્ડર કોનેજોની ધરપકડ કરવા માટે આવ્યા હતા. તેના પિતા કથિત રીતે ગેરકાયદે અમેરિકામાં રહેતા હોવાનો તેમના પર આરોપ હતો. માતા પિતાએ બાળકને ઘરની અંદર લાવવાની ઇચ્છા સાથે દરવાજો ખોલ્યો કે તરત જ અધિકારીઓએ પિતાની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન ઘરના અન્ય સભ્યો હાજર હોવ...