અસલાલીમાં 6 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા જ નાજ ગામની સીમમાં છુપાયા હતા
અમદાવાદમાં અસલાલી પોલીસે નાજ ગામની સીમમાંથી ગેરકાયદે રીતે રહેતા 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા શખસોમાં 3 બાળકો અને 3 પુખ્ત વયના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ તમામ શખસો કોઈપણ માન્ય આધાર પુરાવા વગર ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી છેલ્લા દસ વર્ષથી અમદાવાદમાં વસવાટ કરી રહ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેવી રીતે ભાંડો ફૂટ્યો?
મળતી માહિતી મુજબ, અસલાલી પોલીસની ટીમ જ્યારે બારેજાના નાજ ગામમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે વાડી વિસ્તારમાં આવેલ જલ્પેસ દેસાઈના બોર પર રહેતા કેટલાક વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તપાસ કરતા ત્યાંથી કાલોન સોલેમાન મોલ્લા, મોહમ્મદ અરાફત મોલ્લા અને રીબાખાતુન મોલ્લા મળી આવ્યા હતા. તેમની સાથે ત્રણ નાના બાળકો પણ હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ તમામ મૂળ બાંગ્લાદેશના ખુલના જિલ્લાના વતની છે.
સતખીરા સરહદથી ...
