West Bengal Assembly Election 2026 : ભાજપની જીતમાં ગુજરાત મોડલ કેવી રીતે બન્યું ગેમચેન્જર? જાણો પૂરી સ્ટ્રેટેજી
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના શાસનને ધ્વસ્ત કરીને ભાજપે સત્તા આંચકી લેવા સુધીના વલણો આવ્યા છે. ત્યારે આ વિજયના સંકેતને લઈને પશ્ચિમ બંગાળમાં એક ગુજરાતી યુવાનની મહેનત રંગ લાવી છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના શાસનને ધ્વસ્ત કરીને ભાજપે સત્તા આંચકી લેવા સુધીના વલણો આવ્યા છે. ત્યારે આ વિજયના સંકેતને લઈને પશ્ચિમ બંગાળમાં એક ગુજરાતી યુવાનની મહેનત રંગ લાવી છે. મહેસાણા જિલ્લાના ઊંઝાના સુપ્રીત પટેલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાથી જ પાયાનું કામ કર્યું છે. જેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે.
ત્રણ મહિના સુધી બંગાળમાં રહીને કામ કર્યું
ભાજપના યુવા મોરચાના સહપ્રભારી સુપ્રીત પટેલે કહ્યું હતું કે, ભાજપની જીત પાછળ ગુજરાતી રણનીતિનો મોટો ફાળો છે. સુપ્રીત પટેલ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના પૌત્ર છે. તેમણે સતત ત્રણ મહિના સુધી બંગાળમાં રહીને કામ કર્યું છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના કાર...
