Tuesday, February 17News That Matters

Tag: #BJP #NITINNAVIN #BJP4U

BJPના 45 વર્ષના ઈતિહાસમાં ઐતિહાસિક બદલાવ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાંથી જોશી- અડવાણી બહાર

BJPના 45 વર્ષના ઈતિહાસમાં ઐતિહાસિક બદલાવ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાંથી જોશી- અડવાણી બહાર

Breaking News, Politics, What's Hot
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026નો દિવસ એક મોટા પરિવર્તનનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. જોકે, આ ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પાર્ટીના સંસ્થાપક સભ્યો લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મતદાન કરી શકશે નહીં. કોણ છે નવા અધ્યક્ષ નિતિન નવીન? ડિસેમ્બર 2025થી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળી રહેલા નિતિન નવીન હવે પૂર્ણકાલીન અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. બિહારના બાંકીપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિતિન નવીન ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ નવીન કિશોર પ્રસાદ સિન્હાના પુત્ર છે. RSSની પૃષ્ઠભૂમિ ધરાવતા નવીન સંગઠનમાં તેમની ઊંડી પકડ અને છત્તીસગઢ જેવા રાજ્યમાં પાર્ટીની ચૂંટણી જીતમાં તેમની મોટી ભૂમિકા માટે જાણીતા છે. અડવાણી અને જોશી મ...