કડાકા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદીના ભાવમાં એકઝાટકે 21000નો ઉછાળો
સોના-ચાંદીની કિંમતોમાં પણ હવે શેર બજાર જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અચાનક જ ભારે તેજી જોવા મળે અને અચાનક જ કિંમતો ક્રેશ થઈ જાય. સોના-ચાંદીની કિંમતમાં ગયા સપ્તાહે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 4 લાખ રૂપિયાને પાર ગયા બાદ અચાનક જ ક્રેશ થઈ ગઈ હતી. સોનાના ભાવમાં પણ જોરદાર ઘટાડો થઈ રહ્યો હતો. જોકે આજે બંને કિંમતી ધાતુના ભાવમાં તેજી જોવા મળી છે.
ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો
મંગળવારે (ત્રીજી ફેબ્રુઆરી) MCX પર વાયદા બજારમાં માર્કેટ ખૂલતાં જ સોના-ચાંદીની કિંમતમાં તોફાની તેજી જોવા મળી. સોમવારે ચાંદીની કિંમત 2.25 લાખ રૂપિયા થઈ હતી. આજે માર્કેટ ખૂલતાં જ ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો. સોનાના ભાવમાં પણ એકઝાટકે 5 હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે.
આજે 1 કિલો ચાંદીની કિંમત 2,57,480 રૂપિયા પહોંચી છે. અગાઉ 29 જાન્યુઆરીએ ચાંદીની કિંમત પહેલીવાર 4 લાખ રૂપિય...
