ક્રિકેટ / વડોદરા વનડે પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઘાયલ થયો આ સ્ટાર ખેલાડી
11 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે ODI સિરીઝ શરુ થશે. પણ તેના પહેલા ટીમ ઇન્ડિયા માટે એક બેડ ન્યુઝ સામે આવી છે. જેમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન ઋષભ પંત ઇન્જર્ડ થયો છે.
ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરીઝ 11 જાન્યુઆરી 2026 થી શરૂ થવાની છે. આ સિરીઝની તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમને એક ઝટકો લાગ્યો છે. જેમાં વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇન્જર્ડ થયો છે. થ્રોડાઉન એક્સપર્ટ સામે બેટિંગ કરતી વખતે તેને કમરની ઉપર બોલ વાગ્યો હતો ત્યાર બાદ તે મેદાન છોડીને જતો રહ્યો હતો.
ઋષભ પંતે લગભગ 50 મિનિટ સુધી નેટમાં પ્રેક્ટિસ કરી હતી. જેમાં તે એટેકીંગ બેટિંગ કરી રહ્યો હતો પરંતુ એક બોલે તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇન્જરીની ગંભીરતા અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન સામે નથી આવ્યું પરંતુ ટીમ મેનેજમેન્ટ તેની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ ઇન્જરી એવા સમયે થઇ છે જ્યારે પ્લેયર્સ સિરીઝ પહેલા તેમની...
