લોકસભા સ્પીકર વિરુદ્ધ કોંગ્રેસ સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ પર કરી સહી, બજેટ સત્રના બીજા ભાગમાં વિપક્ષ કરશે રજૂ
વિપક્ષે લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ગૃહમાં બોલવા દેવામાં આવ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષ બજેટ સત્રના બીજા ભાગમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે, કારણ કે 20 દિવસની નોટિસ જરૂરી છે.
https://x.com/INCIndia/status/2020730615780544880?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2020730615780544880%7Ctwgr%5E952b2df52bc01cbe70b62fd4650c9bb893fb24da%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.gstv.in%2Fnews%2Findia%2Fcongress-mps-sign-no-confidence-motion-against-lok-sabha-speaker
સમાજવાદી પાર્ટી અને ડીએમકે સમર્થનમાં
તો બીજી તરફ સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસના સાંસદોના હસ્તાક્ષર થઈ ગયા છે. સમાજવાદી પાર્...
