દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લોકોને શું કરી અપીલ!
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના ગંભીર મુદ્દે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘આ પ્રદૂષણની આપણે ભારે કિંમત ચૂકવી રહ્યા છીએ, જેની અસર આપણા સ્વાસ્થ્ય અને દેશની અર્થવ્યવસ્થા એમ બંને પર પડી રહી છે.’
બાળકો અને શ્રમિકો સૌથી વધુ પ્રભાવિત
રાહુલ ગાંધીએ બાળકો, વૃદ્ધો, શ્રમિકોની ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, ‘ઝેરી હવાનો સૌથી વધુ ખરાબ અનુભવ બાળકો અને વૃદ્ધોને થઈ રહ્યો છે. પ્રદૂષણને કારણે લાદવામાં આવતા પ્રતિબંધો અને ખરાબ હવાને લીધે આ ગરીબ વર્ગની આજીવિકા પર સીધી અસર પડી રહી છે. કરોડો સામાન્ય ભારતીયો દરરોજ આ બોજ સહન કરવા મજબૂર બન્યા છે.’
અવાજ ઉઠાવવો એ પરિવર્તનનું પ્રથમ પગલું : રાહુલ ગાંધી
વિપક્ષી નેતાએ લોકોને અપીલ કરી હતી કે, ‘આ સંકટને માત્ર શિયાળો પૂરો થતા ભૂ...
