ગુજરાત / શાહબુદ્દીન રાઠોડના ‘My Vision Beyond The Horizon’ અને હર્ષદ પંડ્યાના ‘હાસ્યોપનિષદ’નું અનાવરણ
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) કેમ્પસમાં ગુજરાતી હાસ્ય સાહિત્ય માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ અને હાસ્ય લેખક હર્ષદ પંડ્યાના પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) કેમ્પસ ખાતે આજે ગુજરાતી હાસ્ય સાહિત્યને સમર્પિત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ અને હાસ્ય લેખક હર્ષદ પંડ્યાના નવા પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા અને જાણીતા લેખક અશોક દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં બંને પુસ્તકોનું વિધિવત્ વિમોચન કરવામાં આવ્યું હતું.
"My Vision Beyond The Horizon"
કાર્યક્રમ દરમિયાન શાહબુદ્દીન રાઠોડના અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલા "My Vision Beyond The Horizon" નામના હાસ્ય પુસ્તકનું લોકાર્...
