જાણવા જેવું / આખરે પાણીની બોટલના ઢાંકણા કેમ અલગ-અલગ રંગના હોય છે? જાણશો તો…!
Packaged Drinking Water: પાણીની બોટલના ઢાંકણાના કલર અલગ-અલગ રંગના પાણીનો સંકેત આપે છે, જેમ કે આલ્કલાઇન, સ્પ્રિંગ કે ફ્લેવર્ડ. જો કે શુદ્ધ પાણી જાણવા માટે રંગ નહીં, બોટલનું લેબલ અને ગુણવત્તા માનક જોવું જરૂરી છે.
Packaged Drinking Water: ઘણી વખતે આપણે જોયું હશે કે પેક કરેલી પાણીની બોટલના ઢાંકણાના કલર અલગ-અલગ હોય છે. આ જોઈને વિચાર્યું પણ હશે કે આ રંગ માત્ર દેખાડા માટે જ છે કે આનો કોઈ અર્થ નીકળે છે? સોશિયલ મીડિયા પર ઘણીવાર દાવાઓ કરવામાં આવે છે કે દરેક ઢાંકણા અલગ પ્રકારના પાણીનો સંકેત આપે છે, જેમાં કે ભૂરો, લાલ, લીલો, સફેદ કે કાળો. જો કે નિષ્ણાતોએ જણાવ્યું કે આ રંગ ખરેખર પાણીના પ્રકાર અને તેના ઉપયોગનો સંકેત હોય શકે છે. પણ હંમેશા લેબલ જોઈને જ પાણી ખરીદવું સુરક્ષિત હોય છે.
બોટલના કલરનો અર્થ
એક અહેવાલ પ્રમાણે, બોટલનો કલર ઘણીવાર પાણીનો પ્રકાર જણાવે છે. જેમ કે ભૂરું ઢાંકણું મોટાભાગે સ્પ્રિં...
