Sunday, August 16News That Matters

Breaking News

Online ગેમની લતમાં 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ

Online ગેમની લતમાં 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ

Breaking News, LifeStyle, Technology, What's Hot
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ સગીર વયની સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે. મોબાઈલ ગેમે ઉજાડ્યો પરિવાર ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ - નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ)એ એકસાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ, કોરોના કાળ દરમિયાન આ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી. તેઓ નિયમિત સ્કૂલે પણ જતી નહોતી અને પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પાછળ વિતાવતી હતી. ટાસ્ક-બેઝ્ડ ગેમ અને મધરાત્રે મોતનો તાંડવ પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. મંગળવારે મધરાત્રે આશરે 2 વાગ્યે જ્યારે આખું શહેર...
Junagadh news: વંથલીમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ, ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા કરી

Junagadh news: વંથલીમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ, ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા કરી

Breaking News, What's Hot
જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સોમવારે (બીજી ફેબ્રુઆરી) મોડી રાત્રે પ્રેમ પ્રકરણની અદાવતમાં હિંસક ખેલ ખેલાયો હતો. તીક્ષ્ણ હથિયારો સાથે ચાર શખસોએ બે યુવકો પર હુમલો કરતા એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. પ્રેમ પ્રકરણમાં 25 વર્ષીય યુવકની હતા  પ્રાપ્ત વિગતો અનુસાર, વંથલીના ઝાંપા વિસ્તારમાં 25 વર્ષીય તાજીમ અને તેનો મિત્ર શકીલ જેઠવા હાજર હતા, ત્યારે અચાનક ચાર શખસો તીક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ તાજીમ પર તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત તાજીમની સાથે રહેલા શકીલ જેઠવાને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત શકીલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણનો ઘટસ...
આદેશ / યુઝર્સની પ્રાઇવસી પર સુપ્રીમ કોર્ટનો સખ્ત આદેશ, આપી WhatsAppને વૉર્નિંગ

આદેશ / યુઝર્સની પ્રાઇવસી પર સુપ્રીમ કોર્ટનો સખ્ત આદેશ, આપી WhatsAppને વૉર્નિંગ

Breaking News, Technology, What's Hot
WhatsApp Privacy Policy: ભારતીય યુઝર્સની પ્રાઇવસીને લઈને WhatsApp અને Metaની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે WhatsAppને Meta સાથે ડેટા શેર કરવાથી રોકી દીધું છે. પ્રાઇવસી પોલિસી પર સખત વલણ અપનાવીને કોર્ટે આને દેશની પ્રાઇવસી પોલિસીની વિરુદ્ધ ગણાવ્યું છે. Supreme Court on WhatsApp Privacy Policy: સુપ્રીમ કોર્ટે મંગળવારે WhatsAppની પ્રાઇવસી પોલિસીને લઈને મેટા પ્લેટફોર્મ્સને સખત શબ્દોમાં ચેતવણી આપી. WhatsApp અને Metaની પ્રાઇવસી પોલિસી સાથે જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવીને સ્પષ્ટ કર્યું કે આ ડેટા શેરિંગ પ્રક્રિયા ભારતીય યુઝર્સના પ્રાઇવસીના અધિકારોની વિરુદ્ધ છે. CJI જસ્ટિસ સૂર્યકાંતે WhatsAppને નિર્દેશ આપતા કહ્યું, "અમે તમને Meta સાથે એક પણ માહિતી શેર કરવાની મંજૂરી આપીશું નહીં. અમે તમને આ દેશની પ્રાઇવસી પોલિસીઓ સાથે રમવાની મંજૂરી ક્યારેય નહીં આપીએ." પ્રાઇવસ...
સેન્સેક્સ 2000 અને નિફ્ટી 750 પ્લસ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા, અમેરિકા-ભારત ટ્રેડ ડીલની અસર

સેન્સેક્સ 2000 અને નિફ્ટી 750 પ્લસ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા, અમેરિકા-ભારત ટ્રેડ ડીલની અસર

Breaking News, LifeStyle, Technology, What's Hot
શેરબજારમાં મંગળવારે તોફાની તેજી સાથે કારોબારની શરૂઆત થઈ હતી. બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ લગભગ 3800 પોઈન્ટના ઉછાળા સાથે 85,323.20 ના સ્તર પર ઓપન થયો હતો. જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 1220 પોઈન્ટની તેજી સાથે 26,308 ના સ્તર પર ખુલ્યો હતો. આટલા મોટા ગેપ-અપ ઓપનિંગ બાદ ઉપલા સ્તરેથી થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી અને નિફ્ટી 25,800 સુધી નીચે આવ્યો હતો. આમ છતાં, નિફ્ટીમાં 700 પોઈન્ટ અને સેન્સેક્સમાં 2300 પોઈન્ટની તેજી જળવાઈ રહી હતી. ભારત અને અમેરિકા વચ્ચે સોમવારે મોડી રાત્રે જાહેર થયેલી ટ્રેડ ડીલને કારણે બજારમાં આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ડીલ હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પરના રેસિપ્રોકલ ટેરિફને 25%થી ઘટાડીને 18% કરી દીધા છે અને રશિયા પાસેથી કાચા તેલની ખરીદી પર લાગતા વધારાના 25% ટેરિફને સમાપ્ત કરી દીધા છે. આ સમાચારથી બજાર ગેલમાં છે અને માર્કેટમાં 'શોર્ટ પોઝિશન' લે...
કડાકા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદીના ભાવમાં એકઝાટકે 21000નો ઉછાળો

કડાકા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદીના ભાવમાં એકઝાટકે 21000નો ઉછાળો

Breaking News, Business, LifeStyle, What's Hot
સોના-ચાંદીની કિંમતોમાં પણ હવે શેર બજાર જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અચાનક જ ભારે તેજી જોવા મળે અને અચાનક જ કિંમતો ક્રેશ થઈ જાય. સોના-ચાંદીની કિંમતમાં ગયા સપ્તાહે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 4 લાખ રૂપિયાને પાર ગયા બાદ અચાનક જ ક્રેશ થઈ ગઈ હતી. સોનાના ભાવમાં પણ જોરદાર ઘટાડો થઈ રહ્યો હતો. જોકે આજે બંને કિંમતી ધાતુના ભાવમાં તેજી જોવા મળી છે. ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો મંગળવારે (ત્રીજી ફેબ્રુઆરી) MCX પર વાયદા બજારમાં માર્કેટ ખૂલતાં જ સોના-ચાંદીની કિંમતમાં તોફાની તેજી જોવા મળી. સોમવારે ચાંદીની કિંમત 2.25 લાખ રૂપિયા થઈ હતી. આજે માર્કેટ ખૂલતાં જ ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો. સોનાના ભાવમાં પણ એકઝાટકે 5 હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે.  આજે 1 કિલો ચાંદીની કિંમત 2,57,480 રૂપિયા પહોંચી છે. અગાઉ 29 જાન્યુઆરીએ ચાંદીની કિંમત પહેલીવાર 4 લાખ રૂપિય...
ફ્રોડ / સુરતમાં શેર બજારના નામે આચરાઈ લાખોની છેતરપિંડી, બેંક મેનેજર સહિત 3ની ધરપકડ

ફ્રોડ / સુરતમાં શેર બજારના નામે આચરાઈ લાખોની છેતરપિંડી, બેંક મેનેજર સહિત 3ની ધરપકડ

Breaking News, LifeStyle, What's Hot
સુરતમાં શેરબજારના નામે 42.48 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે બંધન બેંક અને ઈન્ડસઇન્ડ બેંકના મેનેજર સહિત 3ની ધરપકડ કરી. Surat News: સુરતમાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ટોળકી સાયબર સેલના જાળમાં ફસાઈ છે. બંધન બેંકના સેલ્સ મેનેજર અને ઈન્ડસઇન્ડ બેંકના મેનેજર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 10 ટકા નફાની લાલચ આપીને 42.48 લાખની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. સાયબર સેલે રાહુલ મિસ્ત્રી, મિલન સાંગાણી અને ઉર્વિશ નસીતને ધરપકડ કરી છે. આરોપીઓએ સિટીલાઇટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડી કરી હતી. શેરબજારના નામે છેતરપિંડી માહિતી પ્રમાણે, આરોપીઓએ શેરબજારમાં 10 ટકા નફાની લાલચ આપીને છેતરપિંડી કરતાં હતા. નફાની લાલચમાં આવીને પીડિતે પણ 42.48 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ રોકાણ કરવાને બદલે આરોપીઓએ આ રકમ હડપ કરી લીધી હતી. તપાસમાં ચોંક...
દુઃખદ / અમદાવાદમાં એક જ રાતમાં બે અકસ્માત, એકનું તો બ્રિજ પરથી પટકાતા મોત

દુઃખદ / અમદાવાદમાં એક જ રાતમાં બે અકસ્માત, એકનું તો બ્રિજ પરથી પટકાતા મોત

Breaking News, LifeStyle, Travel, What's Hot
અમદાવાદમાં રફતારનો કહેર યથાવત છે. એક જ રાતમાં બે અકસ્માતના બનાવ બન્યા હતા. જેમાં રાણીપમાં પીકઅપ વાન અને XUV કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમજ બલોલનગરમાં કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો. અમદાવાદના બલોલનગર બ્રિજ પરથી શુક્રવારના રોજ મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં પતિ-પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમ્યાન પાછળથી પુર ઝડપે આવી રહેલ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં કિશન વચેટાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નિ કોમલને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જનતાનગરમાં આવેલ આવાસ યોજનામાં રહેતા કિશન વછેટા(ઉ.વર્ષ.28) તેમની પત્નિ સાથે કામ અર્થે બલોલનગરથી ન્યૂ રાણીપ થી ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન બલોલનગર બ્રિજ પર કિશનના એક્ટિવાને ફોર વ્હીલર ક...
ગાંધીનગર / બિન હથિયારી PSI ભરતી: 1023 ઉમેદવારોને બોલાવાયા, તો કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ

ગાંધીનગર / બિન હથિયારી PSI ભરતી: 1023 ઉમેદવારોને બોલાવાયા, તો કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ

Breaking News, What's Hot
બિનહથિયારી PSI ભરતીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટની ચકાસણી કરાશે. તેમજ 2 ફેબ્રુઆરીથી કોલ લેટર ડાઉનલોડ થશે. બિન હથિયારધારી PSI ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કુલ 472 બિન હથિયારધારી PSIની જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં હવે આગળનું પગથિયું શરૂ થવા જઈ રહ્યું છે. 1023 ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા પરીક્ષામાં પ્રાપ્ત થયેલ મેરિટના આધારે કુલ 1023 ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે. પસંદ થયેલા ઉમેદવારોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કઈ તારીખે યોજાશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. ઉમેદવારો તેમના ડોક્યુમેન્ટ ચકાસણી માટેના કોલ લેટર 2 ફેબ્રુઆરીથી સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે....
UP news: ‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યનો CMને ખુલ્લો પડકાર

UP news: ‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યનો CMને ખુલ્લો પડકાર

Breaking News, Politics, What's Hot
ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રયાગરાજ માઘ મેળામાં સંગમ સ્નાન કર્યાં વિના જ કાશી પરત ફરેલા શંકરાચાર્યે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે સીધો મોરચો ખોલ્યો છે. મુખ્યમંત્રીના 'હિન્દુ' હોવા પર ઉઠાવ્યા સવાલ શુક્રવારે કાશીના શ્રીવિદ્યામઠ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મારી પાસેથી મારા પદ અને પરંપરાનું પ્રમાણપત્ર માંગ્યું હતું, જે મેં તેમને આપી દીધું છે. પરંતુ હવે હું સમગ્ર સનાતની સમાજ વતી યોગી આદિત્યનાથ પાસેથી તેમના હિન્દુ હોવાનું પ્રમાણ માંગું છું. હિન્દુ હોવું એ માત્ર ભાષણો કે ભગવા કપડાં સુધી સીમિત નથી, તેની સાચી કસોટી ગૌસેવા અને ધર્મરક્ષા છે. 40 દિવસનું અલ્ટીમેટમ અને 'નકલી હિન્દુ' જાહેર કરવાની ધમકી શંકરા...
ટ્રમ્પનો યુ-ટર્ન: અમેરિકન પ્રમુખના રહસ્યમય નિર્ણયથી દુનિયા ચોંકી!

ટ્રમ્પનો યુ-ટર્ન: અમેરિકન પ્રમુખના રહસ્યમય નિર્ણયથી દુનિયા ચોંકી!

Breaking News, Business, Politics
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે એક અત્યંત આશ્ચર્યજનક નિર્ણય લેતા વેનેઝુએલાનું જપ્ત કરેલું ક્રૂડ ઓઈલનું ટેન્કર પરત કરવાનો આદેશ આપ્યો છે. પનામાના ધ્વજ ધરાવતા M/T સોફિયા (M/T Sophia) નામના આ ટેન્કરને મુક્ત કરવાના નિર્ણયથી આખી દુનિયા ચોંકી ઉઠી છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન સામાન્ય રીતે પ્રતિબંધોના મામલે અત્યંત કડક વલણ માટે જાણીતું છે. શું હતો સમગ્ર વિવાદ? અહેવાલો અનુસાર, સાતમી જાન્યુઆરી 2026ના રોજ યુએસ કોસ્ટ ગાર્ડ અને લશ્કરી દળોએ સમુદ્રમાં ઓપરેશન કરીને M/T સોફિયાને અટકાવ્યું હતું. તે સમયે અમેરિકાએ આ જહાજને "રાજ્યવિહીન" અને "ડાર્ક ફ્લીટ" (પ્રતિબંધો ચોરી છૂપીથી તોડતું જહાજ) ગણાવ્યું હતું. આરોપ હતો કે આ ટેન્કર વેનેઝુએલાના પ્રતિબંધિત ક્રૂડ ઓઈલની ગેરકાયદે હેરાફેરીમાં સામેલ હતું. વર્ષ 2025ના અંતથી અત્યાર સુધી અમેરિકાએ વેનેઝુએલાના આવા 7 ટેન્કરો જપ્ત કર્યા છે, જેમાંથી 'સોફિયા' પરત કર...