Friday, June 19News That Matters

LifeStyle

બુલિયન માર્કેટમાં ખળભળાટ: મની લોન્ડરિંગ રોકવા RBIએ ફોરેક્સ મેનેજમેન્ટ નિયમો બદલ્યા

બુલિયન માર્કેટમાં ખળભળાટ: મની લોન્ડરિંગ રોકવા RBIએ ફોરેક્સ મેનેજમેન્ટ નિયમો બદલ્યા

Breaking News, LifeStyle, Technology
Silver and Gold News : ભારતીય રિઝર્વ બેંકે (RBI) દેશમાં સોના અને ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેંકે બુલિયન એટલે કે સોના અને ચાંદીની આયાત માટે એડવાન્સ રેમિટન્સ (એડવાન્સ ચુકવણી)ની ફેસિલિટી પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી બુલિયન આયાતકારો અને ટ્રેડરોમાં ખળભળાટ મચી ગયો છે. મની લોન્ડરિંગ અને ફોરેન પેમેન્ટના દુરુપયોગને રોકવા માટે આરબીઆઈનું આ પગલું મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ ક્રૂડ ઓઈલ અને સોનું ભારતમાં સૌથી વધુ આયાત થતા પ્રોડક્ટોમાંનું એક છે. અનેક કિસ્સાઓમાં, એવું બહાર આવ્યું છે કે આયાત નાણાંના બદલામાં સામે વિદેશમાં મોકલવામાં આવતો માલ દેશમાં આવતો જ નથી, જેના કારણે ભંડોળના દુરુપયોગનું જોખમ વધે છે. નુવામાના એક્સપર્ટસના મતે 'અગાઉથી પેમેન્ટ કરવા છતાં સોનું અથવા અન્ય ધાતુઓ આવતી નથી, ત્યારે વિદેશમાં મોકલવામાં આવતા નાણાં શંકાસ્પ...
જાણવા જેવું / આખરે પાણીની બોટલના ઢાંકણા કેમ અલગ-અલગ રંગના હોય છે? જાણશો તો…!

જાણવા જેવું / આખરે પાણીની બોટલના ઢાંકણા કેમ અલગ-અલગ રંગના હોય છે? જાણશો તો…!

LifeStyle, Technology
Packaged Drinking Water: પાણીની બોટલના ઢાંકણાના કલર અલગ-અલગ રંગના પાણીનો સંકેત આપે છે, જેમ કે આલ્કલાઇન, સ્પ્રિંગ કે ફ્લેવર્ડ. જો કે શુદ્ધ પાણી જાણવા માટે રંગ નહીં, બોટલનું લેબલ અને ગુણવત્તા માનક જોવું જરૂરી છે. Packaged Drinking Water: ઘણી વખતે આપણે જોયું હશે કે પેક કરેલી પાણીની બોટલના ઢાંકણાના કલર અલગ-અલગ હોય છે. આ જોઈને વિચાર્યું પણ હશે કે આ રંગ માત્ર દેખાડા માટે જ છે કે આનો કોઈ અર્થ નીકળે છે? સોશિયલ મીડિયા પર ઘણીવાર દાવાઓ કરવામાં આવે છે કે દરેક ઢાંકણા અલગ પ્રકારના પાણીનો સંકેત આપે છે, જેમાં કે ભૂરો, લાલ, લીલો, સફેદ કે કાળો. જો કે નિષ્ણાતોએ જણાવ્યું કે આ રંગ ખરેખર પાણીના પ્રકાર અને તેના ઉપયોગનો સંકેત હોય શકે છે. પણ હંમેશા લેબલ જોઈને જ પાણી ખરીદવું સુરક્ષિત હોય છે. બોટલના કલરનો અર્થ એક અહેવાલ પ્રમાણે, બોટલનો કલર ઘણીવાર પાણીનો પ્રકાર જણાવે છે. જેમ કે ભૂરું ઢાંકણું મોટાભાગે સ્પ્રિં...
BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો

BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો

Breaking News, LifeStyle, Politics, Technology, What's Hot
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીમાં ભાજપ-શિંદે જૂથની મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે, પરંતુ હવે સત્તાનો અસલી સંઘર્ષ મેયર પદને લઈને શરૂ થયો છે. 'કિંગમેકર'ની ભૂમિકામાં આવેલા એકનાથ શિંદેને 'હોર્સ ટ્રેડિંગ'નો ડર સતાવી રહ્યો છે, જેના કારણે તેમણે પોતાના તમામ 29 કાઉન્સિલરોને 5-સ્ટાર હોટલમાં શિફ્ટ કરી દીધા છે. જોકે કેટલાક સૂત્રોએ એવો દાવો કર્યો કે એકનાથ શિંદેએ ભાજપની મજબૂરીને ભાળી જતાં મોટો દાવ રમી નાખ્યો છે. તેઓ મુંબઈના મેયર પદની માગણી કરીને ભાજપને દબાણમાં લાવી શકે છે. કારણ કે હાલમાં એકનાથ શિંદે ભાજપ માટે કિંગમેકરની ભૂમિકામાં છે. બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અઢી-અઢી વર્ષના મેયરપદની ફોર્મ્યુલા પર વાતચીત કરવાના સંકેત આપ્યા છે, જેના પર ઉદ્ધવ ઠાકરેએ તીખો કટાક્ષ કર્યો છે.  ફડણવીસનું નરમ વલણ, ફોર્મ્યુલા માટે તૈયાર BMCમાં મેયર પદને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્...
Ahmedabad: સાબરમતી જેલમાં કેદીએ કરી આત્મહત્યા, 9 દિવસ પહેલા જ થઈ હતી ધરપકડ

Ahmedabad: સાબરમતી જેલમાં કેદીએ કરી આત્મહત્યા, 9 દિવસ પહેલા જ થઈ હતી ધરપકડ

Breaking News, LifeStyle, What's Hot
અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલી સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આજે વહેલી સવારે એક કેદીએ જેની લગભગ 9 દિવસ અગાઉ જ ધરપકડ કરીને અહીં લાવવામાં આવ્યો હતો તેણે જેલના બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.  8 જાન્યુઆરીએ વિરમગામ પોલીસે કરી હતી ધરપકડ  માહિતી અનુસાર આ કેદીની ધરપકડ વિરમગામ પોલીસે 8 જાન્યુઆરીએ કરી હતી. જોકે જેલમાં 9 દિવસ થયાને જ તેણે આ ચોંકાવનારું પગલું ભરતાં જેલમાં હડકંપ મચી ગયો હતો. કેદીની ઓળખ નિશાન સિંહ તરીકે થઇ છે. તેની વય 31 વર્ષ હતી. મૂળ પંજાબ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા નિશાન સિંહે  પોતાની પાઘડી ઉતારીને જ એનાથી જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. રાણીપ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  આત્મહત્યાનું કારણ અકબંધ!  વિગતો મુજબ નિશાન સિંહ કાચા કામનો કેદી હતો. તેણે આજે વહેલી સવારે જ શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4મ...
‘નિર્દય સરકારને બંગાળમાંથી વિદાય કરવી જરૂરી’, માલદામાં પીએમ મોદીએ મમતા પર સાધ્યું નિશાન

‘નિર્દય સરકારને બંગાળમાંથી વિદાય કરવી જરૂરી’, માલદામાં પીએમ મોદીએ મમતા પર સાધ્યું નિશાન

Breaking News, LifeStyle, What's Hot
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં રેલીને સંબોધતા મમતા સરકાર પર સખ્ત પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, દાયકાઓથી પૂર્વી ભારત એવા લોકોની ચુંગાલમાં હતું જેઓ ભાગલાવાદી રાજકારણ કરતા હતા. ભાજપે આ રાજ્યોને તેમની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે. હવે પશ્ચિમ બંગાળનો વારો છે. આજે બંગાળ એકમાત્ર રાજ્ય છે જ્યાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવી નથી. ટીએમસી સરકાર બંગાળમાં મારા ભાઈઓ અને બહેનોને આયુષ્માન યોજનાનો લાભ લેતા અટકાવી રહી છે. બંગાળમાંથી આવી નિર્દય સરકારને ઉથલાવી પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર બની પીએમ મોદીએ કહ્યું કે, ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર બની છે. ત્રિપુરાએ ઘણા વર્ષોથી ભાજપ પર વિશ્વાસ કર્યો છે. આસામે પણ તાજેતરની ચૂંટણીઓમાં ભાજપમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. જ્યારે બિહારે ફરી એકવાર ભાજપ-એનડીએ સરકાર ચૂંટી કાઢી છે.  માલદાની ...
મગફળીના પૈસા અટક્યા, સરકારની જાહેરાત ખોટી સાબિત

મગફળીના પૈસા અટક્યા, સરકારની જાહેરાત ખોટી સાબિત

Breaking News, LifeStyle, Politics, What's Hot
ગુજરાતમાં ગયા વર્ષે ટેકાના ભાવે પ્રતી ખેડૂત 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવતી હતી તેને રાજ્ય સરકારે 125 મણ કરી દીધી છે.જ્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તો સાતમા દિવસે મગફળીના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે ત્યારે અત્યારે ગુજરાતભરના એક લાખ કરતા વધારે ખેડૂતો છે કે જે મગફળી ટેકાના કેન્દ્રમાં વેચી આવ્યા એને એક મહિના થી દોઢ મહિનો થઈ ગયો તેમ છતાં હજુ સુધી રૂપિયા આવ્યા નથી.ત્યારે કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ કૃષિમંત્રી ને પત્ર લખ્યો છે.આવો જોઈએ કે પાલ આંબલિયાએ શું કહ્યું…. https://youtu.be/sWZClVwV8I8?si=X_hOMpi1ZRxFBWAu...
પશ્ચિમ બંગાળમાં મોતનો વાયરસ

પશ્ચિમ બંગાળમાં મોતનો વાયરસ

Breaking News, LifeStyle, What's Hot
બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેલ અને ફીમેલ નર્સ હાલમાં અત્યંત ગંભીર હાલતમાં વેન્ટિલેટર પર છે. તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસ એટલો ખતરનાક છે કે તેમાં મૃત્યુદર 70 ટકા જેટલો હોય છે, જે તેને કોરોના કરતા પણ વધુ જીવલેણ બનાવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ તાબડતોબ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે અને કેન્દ્રની એક સ્પેશિયલ ટીમ બંગાળ રવાના કરી દેવામાં આવી છે. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે, અને હાલમાં જે લોકો આ બંને દર્દીઓના સંપર્કમાં આવ્યા છે તેમનું 'કોન્ટેક્ટ ટ્રેસિંગ' શરૂ કરી દેવાયું છે. પુણેની લેબમાં સેમ્પલ મોકલાયા છે, જેના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ નિપાહ જ છે કે બીજું કંઈ. પરંતુ સાવચેતી એ જ સલામતી છે, કારણ કે આ વાયરસની કોઈ ચોક્કસ રસી હજુ ઉપલબ્ધ નથી. અમે તમને આ સંકટ સાથે જોડાયેલા દરેક સમાચાર અને સાવચેતીના પગલાં જણાવતા રહીશું. જોતા રહો… અડગ મ...
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતને ક્લીન ચીટ

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતને ક્લીન ચીટ

Entertainment, LifeStyle, Sports, What's Hot
બાંગ્લાદેશના ખેલ મંત્રી આસિફ નઝરુલે દાવો કર્યો હતો કે ભારતમાં તેમની ટીમના ખેલાડીઓ અને ચાહકો પર ખતરો છે, પરંતુ ICCએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. ICCના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વતંત્ર સુરક્ષા તપાસમાં ભારતને સંપૂર્ણ સુરક્ષિત ગણાવવામાં આવ્યું છે અને સુરક્ષા જોખમ અત્યંત સામાન્ય છે. બાંગ્લાદેશ ઈચ્છતું હતું કે તેમની મેચો ભારતની બહાર શિફ્ટ કરવામાં આવે, પરંતુ ભારતની સુરક્ષા વ્યવસ્થાના અનુભવ અને ક્ષમતા પર ભરોસો મૂકીને ICCએ ક્લીન ચીટ આપી દીધી છે. હવે બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત શિડ્યુલ મુજબ ભારતમાં જ પોતાની 4 મેચો રમશે. પાડોશી દેશ જે રીતે સુરક્ષાના બહાને રાજકારણ રમી રહ્યો હતો, તેને ICCના આ ફેંસલાથી જોરદાર લપડાક મળી છે. ભારતની ધરતી પર વર્લ્ડ કપનો રોમાંચ જળવાઈ રહેશે અને સુરક્ષામાં કોઈ કચાસ બાકી નહીં રહે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. રમત ગમતની દુનિયાના દરેક સમાચાર માટે જોડાયેલા રહો અમા...
ક્રિકેટ / વડોદરા વનડે પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઘાયલ થયો આ સ્ટાર ખેલાડી

ક્રિકેટ / વડોદરા વનડે પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઘાયલ થયો આ સ્ટાર ખેલાડી

Entertainment, LifeStyle, Sports, What's Hot
11 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે ODI સિરીઝ શરુ થશે. પણ તેના પહેલા ટીમ ઇન્ડિયા માટે એક બેડ ન્યુઝ સામે આવી છે. જેમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન ઋષભ પંત ઇન્જર્ડ થયો છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરીઝ 11 જાન્યુઆરી 2026 થી શરૂ થવાની છે. આ સિરીઝની તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમને એક ઝટકો લાગ્યો છે. જેમાં વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇન્જર્ડ થયો છે. થ્રોડાઉન એક્સપર્ટ સામે બેટિંગ કરતી વખતે તેને કમરની ઉપર બોલ વાગ્યો હતો ત્યાર બાદ તે મેદાન છોડીને જતો રહ્યો હતો. ઋષભ પંતે લગભગ 50 મિનિટ સુધી નેટમાં પ્રેક્ટિસ કરી હતી. જેમાં તે એટેકીંગ બેટિંગ કરી રહ્યો હતો પરંતુ એક બોલે તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇન્જરીની ગંભીરતા અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન સામે નથી આવ્યું પરંતુ ટીમ મેનેજમેન્ટ તેની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ ઇન્જરી એવા સમયે થઇ છે જ્યારે પ્લેયર્સ સિરીઝ પહેલા તેમની...
વાયુ પ્રદૂષણ / સાચવજો! દિલ્હી બાદ હવે અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક

વાયુ પ્રદૂષણ / સાચવજો! દિલ્હી બાદ હવે અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક

Breaking News, LifeStyle, What's Hot
Ahmedabad Air Pollution: અમદાવાદ શહેરની હવા ઝેરી બની ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. કેટલાય વિસ્તારોમાં AQI 400ને નજીક પહોંચી ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં વર્ષોથી શિયાળામાં ભારે પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે, ત્યારે હવે અમદાવાદની હવા પણ ઝેરી બની છે. અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારે ઠંડીના પ્રકોપ પછી હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારમાં AQI 400ને પાર પહોંચી ગયો છે. ઠંડીના પ્રકોપ સાથે હવાનું પ્રદૂષણ અમદાવાદમાં ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. ત્યારે વહેલી સવારથી શહેરમાં ધુમ્મસ છવાયેલું હોવાની સાથે જ અમદાવાદમાં વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી ઘટી જાય છે. ઠંડીના કારણે પ્રદૂષણના કણો હવામાં નીચે રહી જાય છે જેથી હવ...