
બાંગ્લાદેશના ખેલ મંત્રી આસિફ નઝરુલે દાવો કર્યો હતો કે ભારતમાં તેમની ટીમના ખેલાડીઓ અને ચાહકો પર ખતરો છે, પરંતુ ICCએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. ICCના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વતંત્ર સુરક્ષા તપાસમાં ભારતને સંપૂર્ણ સુરક્ષિત ગણાવવામાં આવ્યું છે અને સુરક્ષા જોખમ અત્યંત સામાન્ય છે. બાંગ્લાદેશ ઈચ્છતું હતું કે તેમની મેચો ભારતની બહાર શિફ્ટ કરવામાં આવે, પરંતુ ભારતની સુરક્ષા વ્યવસ્થાના અનુભવ અને ક્ષમતા પર ભરોસો મૂકીને ICCએ ક્લીન ચીટ આપી દીધી છે. હવે બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત શિડ્યુલ મુજબ ભારતમાં જ પોતાની 4 મેચો રમશે. પાડોશી દેશ જે રીતે સુરક્ષાના બહાને રાજકારણ રમી રહ્યો હતો, તેને ICCના આ ફેંસલાથી જોરદાર લપડાક મળી છે. ભારતની ધરતી પર વર્લ્ડ કપનો રોમાંચ જળવાઈ રહેશે અને સુરક્ષામાં કોઈ કચાસ બાકી નહીં રહે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. રમત ગમતની દુનિયાના દરેક સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે. જોતા રહો… અડગ મન, અવિરત સેવા! માત્ર ન્યૂ ભારત ન્યૂઝ પર.”
