
બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેલ અને ફીમેલ નર્સ હાલમાં અત્યંત ગંભીર હાલતમાં વેન્ટિલેટર પર છે. તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસ એટલો ખતરનાક છે કે તેમાં મૃત્યુદર 70 ટકા જેટલો હોય છે, જે તેને કોરોના કરતા પણ વધુ જીવલેણ બનાવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ તાબડતોબ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે અને કેન્દ્રની એક સ્પેશિયલ ટીમ બંગાળ રવાના કરી દેવામાં આવી છે. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે, અને હાલમાં જે લોકો આ બંને દર્દીઓના સંપર્કમાં આવ્યા છે તેમનું ‘કોન્ટેક્ટ ટ્રેસિંગ’ શરૂ કરી દેવાયું છે. પુણેની લેબમાં સેમ્પલ મોકલાયા છે, જેના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ નિપાહ જ છે કે બીજું કંઈ. પરંતુ સાવચેતી એ જ સલામતી છે, કારણ કે આ વાયરસની કોઈ ચોક્કસ રસી હજુ ઉપલબ્ધ નથી. અમે તમને આ સંકટ સાથે જોડાયેલા દરેક સમાચાર અને સાવચેતીના પગલાં જણાવતા રહીશું. જોતા રહો… અડગ મન, અવિરત સેવા! માત્ર ન્યૂ ભારત ન્યૂઝ પર.”
