Tuesday, February 17News That Matters

નેશનલ / CM હિમંત બિસ્વા સરમાની ‘ગન વાળી તસવીર’ પર ઓવૈસીએ નોંધાવી FIR, મોટી બબાલ

Asaduddin Owaisi: હૈદરાબાદના સાસંદ અસદુદ્દીન ઓવૈસીએ આસામના CM હિમંત બિસ્વા સરમા સામે મોર્ચો કર્યો છે. ઓવૈસીએ એક FIR દાખલ કરાવી છે. વાંચો વિગતે કે શું છે સમગ્ર મામલો..,

Asaduddin Owaisi: AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાસંદ અસદુદ્દીન ઓવૈસીએ આસામના CM હિમંત બિસ્વા સરમા વિરુદ્ધ હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં એક ઓફિશિયલ ફરિયાદ દાખલ કરી છે. ઓવૈસીએ કરાવેલી આ ફરિયાદ આસામ બીજેપી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવેલા વીડિયોના સંદર્ભમાં છે . હાલ આ વીડિયોને ડિલીટ કરી દેવાયો છે. પણ આ કથિત વીડિયોને મુદ્દે ઓવૈસીએ હૈદરાબાદ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે.

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એ જે કથિત વીડિયોને આધારે ફરિયાદ નોંધાવી છે તેમાં ઓવૈસીનો આરોપ છે કે આ વીડિયોમાં મુખ્યમંત્રી મુસાલમાનોને શુટ કરતાં હોય તેવું બતાવવામાં આવ્યું છે જેને હિંસક અને ભડકાઉ જણાવાયું છે.

અસદુદ્દીન ઓવૈસીએ પોલીસ કમિશનરને આ મામલે સીએમ સરમા સામે અપરાધિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર આ અંગે જાણકારી આપતા ઓવૈસીએ કહ્યું કે Genocidal Hate Speech દુર્ભાગ્ય છે કે હવે નરસંહાર કરતાં નફરતી ભાષણ હવે સામાન્ય વાત બની ગઈ છે.

BJP એ ડિલીટ કર્યો વિવાદિત વીડિયો

અસદુદ્દીન ઓવૈસીના જણાવ્યા નાઉસર જે વીડિયોને લઈને વિવાદ છંછેડાયો છે તેમ અસમ બીજેપીના ઓફિશિયલ X એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે વિવાદ વધતાં અને આક્રમક રીએક્શન પછી આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યો છે. ઓવૈસીએ દાવો કર્યો છે કે આ વીડિયોમાં બતાવેલું કન્ટેન્ટ માત્ર હિંસક નહોતું પણ મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કરતું હતું.

સખત કાર્યવાહીની કરી માંગ

હૈદરાબાદમાં દાખલ કરવામાં આવેલી આ ફરિયાદમાં ઓવૈસીએ માંગણી કરી છે કે કાનૂનના નિયમો અંતર્ગત આસમના મુખ્યમંત્રી સામે કડક પગલાં લેવામાં આવે. તેમણે હૈદરાબાદ પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે નફરત ફેલાવતા ભાષણો અને હિંસા વધારે તેવા તમામ કૃત્યો પર લગામ લાગવી જરૂરી છે. ઓવૈસીએ આને સમાજની શાંતિ માટે મોટો ખતરો ગણાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *