Tuesday, February 17News That Matters

હચમચાવતો કિસ્સો / કાનમાં ઇયરફોન લગાવી PUBG રમવી ભારે પડી, વધ્યું બ્લડ પ્રેશર, ફાટી મગજની નસ, મળ્યું મોત

મેરઠના દિલ્હી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં ઓનલાઈન PUBG ગેમ રમતી વખતે 22 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યુ છે.

મેરઠના દિલ્હી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં ઓનલાઈન PUBG ગેમ રમતી વખતે 22 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યુ છે. તેમના પરિવારના જણાવ્યા મુજબ, PUBG ગેમ રમતી વખતે તેમનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હતું, જેના પછી તેમની તબિયત બગડી હતી. તેમના મૃત્યુનું કારણ તેમના મગજની નસ ફાટવાથી એટલે કે હેમરેજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મૃતકની ઓળખ મોહમ્મદ કૈફ તરીકે થઈ છે, જે ખૈરનગર ગુલર વાલીનો રહેવાસી છે. જાણવા મળ્યું છે કે કૈફ ઓનલાઈન PUBG ગેમ્સ રમવામાં વધુ સમય વિતાવતો હતો. ઘટનાના દિવસે તે કાનમાં ઇયરફોન લગાવીને મોબાઇલ ફોન પર PUBG ગેમ રમી રહ્યો હતો. આ સમય દરમિયાન, તેને તીવ્ર માથાનો દુખાવો અને બેચેનીની થઇ. થોડી વારમાં જ તે બેભાન થઈને ઢળી પડ્યો.

પરિવારજનો તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેની હાલત ગંભીર હોવાનું જાણ થતા, તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. ત્યાં તેની બે દિવસ સારવાર ચાલી, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેનો જીવ બચાવી શકાયો નહીં. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, દાખલ થયા સમયે તેનું બ્લડ પ્રેશર 300 થી વધુ પહોંચી ગયું હતું, જેને અત્યંત ખતરનાક સ્થિતિ માનવામાં આવે છે.

પરિવારના સભ્યોનું કહેવુ છે કે, તેઓ તેના ગેમ રમવાની લત વિશે અજાણ હતા. તેઓ આ બાબતે બીજી વાત કરવાનું પણ ટાળ્યું. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, કૈફ ઘણીવાર તેના મોબાઇલ ફોન પર કલાકો સુધી ગેમ રમતો હતો. આ પહેલા ગાઝિયાબાદમાં ત્રણ બહેનોએ પણ ગેમિંગની લતના કારણે આત્મહત્યા કરી હતી.આ બધા કિસ્સાઓ અંગે, ડોકટરનું કહેવુ છે કે, વધુ પડતો તણાવ, ચિંતા અને લાંબા સમય સુધી સ્ક્રીન પર રહેવાથી યુવાનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *