
IND vs PAK T20 World Cup 2026: ક્રિકેટ રસિકો માટે એક ખુશખબર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ મુકાબલો થશે અને જો બધા સમીકરણો પાર પડ્યા તો ભારત અને પાકિસ્તાન એક નહીં પણ 2-2 વાર ટકરાશે.
T20 World Cup 2026 IND vs PAK: T 20 World Cup 2026 માં ભારત અને પાકિસ્તાનની મેચને મંજૂરી મળી ગઈ છે. પંરતુ ક્રિકેટ ફેન્સ માટે વધુ એક સારા ખબર એ છે કે ભારત અને પાકિસ્તાનની ટક્કર તેમણે 1 નહીં પણ 2-2 વાર જોવા મળશે. એટલે કે આ ટીમ 2 મેચ રમશે. મતલબ કે પહેલા એક મેચ રમવા પર પણ શંકા હતી ત્યાં હવે ક્રિકેટ જોવાની મજા આવશે. આ બને ટીમ વચ્ચે પહલી મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલમ્બોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે જે તમે જાણો છો. પણ ટુર્નામેંટમાં આગળ જઈને આ બનેં ટીમ ફરીથી ટકરાઇ શકે છે.
ગ્રુપ સ્ટેજ પર બંનેની પહેલી મેચ
ભારત-પાકિસ્તાન 15 ફેબ્રુઆરીના રોજ જે મેચમાં ઉતરશે તે ગ્રુપ સ્ટેજની મેચ હશે. ટુર્નામેંટમાં રમી રહેલી 20 ટીમોને કુલ 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં દરેક ગ્રુપમાં 5-5 ટીમ છે. ગ્રુપ સ્ટેજમાં દરેક ગ્રુપની ટીમને એક બીજા સામે મેચ રમવાની છે. આ અંતગર્ત ભારત અને પાકિસ્તાન આગામી 15 ફેબ્રુઆરીના રોજ મેચ રમશે. T 20 World Cup 2026 માં ગ્રુપ સ્ટેજ પછી સુપર 8ના મુકાબલા યોજાશે જેમાં સુપર 8 બે ગ્રુપમાં હશે જેમાં ગ્રુપ સ્ટેજની દરેક ગ્રુપની ટૉપ 2 ટીમો ને તેમના રેન્કિંગના આધારે વહેંચવામાં આવશે.
કેવું હોય શકે છે સુપર 8 નું ગ્રુપ
જો હવે ભારત અને પાકિસ્તાન તેમના ગ્રુપ A માં ટૉપ પર રહે છે અને ગ્રુપ B માં ઓસ્ટ્રેલીયા અને શ્રીલંકા ટૉપ પર રહે છે. અને ગ્રુપ C માં જો ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ આગળ વધે છે અને ગ્રુપ D માં ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા તો પછી સુપર 8 ના બે ગ્રુપ થઈ શકે છે જે આ મુજબ હોય શકે:
- ગ્રુપ 1: ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા
- ગ્રુપ 2: ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા
સુપર 8 માં નહીં થાય ભારત પાકિસ્તાનની ટક્કર
સુપર 8ના સ્ટેજ પર દરેક ટીમને તેમના ગ્રુપની ટીમ સાથે રમવાનું છે. એટલે કે સુપર 8 ના સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થાય તેવું દેખાઈ રહ્યું નથી. પરંતુ જો ભારત અને પાકિસ્તાન તેમના સુપર 8ના ગ્રુપમાં સેમીફાઇનલમાં પહોંચવામાં કામયાબ રહે છે તો તટે બંને ટીમ આમને સામને આવી શકે છે.
જો આમ થયું તો સેમીફાઇનલમાં હશે ભારત-પાક.
ગ્રુપ 1 માં ભારત ટૉપ પર રહીને સેમનિફાઇનલમાં જાય છે અને પાકિસ્તાન ગ્રુપ 2 માંથી સેમી ફાઇનલમાં પહોંચે છે તો તેમની વચ્ચે મુકાબલો થઈ શકે છે. જો ભારત અને પાકિસ્તાન બંને સુપર 8 માં તેમના તેમના ગ્રુપમાં ટૉપ પર રહે છે તો પછી તેમની વચ્ચે ફાઇનલમાં ખરાખરીનો જંગ જામી શકે છે.
