
દિલ્હીની કરકરડૂમા કોર્ટના એક જજે આત્મહત્યા કરી લીધી છે. 30 વર્ષીય જજ અમન કુમાર શર્માએ તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની માહિતી મળતાં દિલ્હી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી
દિલ્હીના જજ અમન કુમાર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. શનિવારે સફદરજંગ વિસ્તારમાં તેમનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. રીપીર્ટ અનુસાર આજે સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં એક પીસીઆર કોલ આવ્યો હતો. જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે 30 વર્ષીય અમન કુમાર શર્માએ તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. તેઓ દિલ્હીની કરકરડૂમા કોર્ટમાં DLSA તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટનાની જાણ અમનના સાળા શિવમે કરી હતી.
આ ઘટનાની માહિતી મળતાં દિલ્હી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી. જે અંગે અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. જેમાં એક સીનીયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હજુ સુધી કોઈ સંડોવણી સામે આવી નથી. પરંતુ તપાસ પ્રક્રિયાના ભાગ રૂપે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ જજના ઓફિસિયલ રેકોર્ડ મુજબ તેઓ તેઓ 19 જૂન 2021 ના રોજ દિલ્હી ન્યાયિક સેવામાં જોડાયા. તેમણે વર્માંષ 2018 પુણેની સિમ્બાયોસિસ લો સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો .તેમના કાર્યકાળ દરમિયાન તેમને વિવિધ ફોજદારી અને સિવિલ કેસોની સુનાવણી કરી હતી. તેમને વિવિધ અધિકારક્ષેત્રોમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) અને સિવિલ જજ તરીકે સેવા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારમાં એક હોટલના 15મા માળેથી કૂદીને 26 વર્ષીય વકીલે આત્મહત્યા કરી હતી. રવિવારે રાત્રે લગભગ 9:15 વાગ્યે રોયલ પ્લાઝા હોટેલમાં બનેલી ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં મૃતકની ઓળખ દિલ્હી હાઈકોર્ટના વકીલ રાજેશ સિંહ તરીકે થઈ છે, જે તે સાંજે હોટેલમાં ચેક-ઈન કરી હતી. પોલીસના નિવેદન મુજબ આ હોટેલમાં પહોંચ્યા બાદ પોલીસ ટીમને મહાવીર એન્ક્લેવના રહેવાસી સિંહને બિલ્ડિંગના 15મા માળેથી કૂદીને કથિત રીતે મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક રૂમમાં એકલો રહેતો હતો.
આ કેસમાં તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં વકીલે કોઈને દોષી ઠેરવ્યા નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીડિતા અમુક મુદ્દાઓને લઈને હતાશ હતો.
