Friday, June 19News That Matters

West Bengal: મમતાનું કડક સ્ટેન્ડ, ‘હાર નથી માની, રાજીનામું નહીં આપું’

વધુમાં આરોપ મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મળીને ટીએમસીને નિશાન બનાવી છે. તેમણે દાવો કર્યો કે તેમને કાઉન્ટિંગ સેન્ટર પર જવા માટે પણ રોકવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં તાજેતરના ચૂંટણી પરિણામોમાં હાર બાદ રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હાર સ્વાભાવિક નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ટીએમસીના કાર્યકરો અને નેતાઓને દબાવવામાં આવ્યા

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચનો ઉપયોગ કરીને ભાજપે ચૂંટણીમાં પ્રભાવ પાડ્યો છે. તેમણે જણાવ્યું કે “અમે ચૂંટણી હાર્યા નથી, પરંતુ અમને હરાવવામાં આવ્યા છે.” તેમણે વધુમાં આરોપ મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મળીને ટીએમસીને નિશાન બનાવી છે. તેમણે દાવો કર્યો કે તેમને કાઉન્ટિંગ સેન્ટર પર જવા માટે પણ રોકવામાં આવ્યા હતા, જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે. કોલકત્તાથી લઈને અન્ય વિસ્તારો સુધી સમાન પરિસ્થિતિ જોવા મળી હોવાનું તેમણે જણાવ્યું. ટીએમસીના કાર્યકરો અને નેતાઓને દબાવવા માટે પ્રયત્નો થયા હોવાનું પણ તેમણે કહ્યું.

પાર્ટી ફરી મજબૂતીથી પરત ફરશે

તેમ છતાં, મમતા બેનર્જીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની પાર્ટી ફરી મજબૂતીથી પરત ફરશે. તેમણે જણાવ્યું કે ટીએમસી લોકોના સમર્થનથી ફરી ઉભી થશે અને આ સંઘર્ષ ચાલુ રહેશે. સાથે જ તેમણે જણાવ્યું કે તેઓ INDIA ગઢબંધન સાથે મજબૂતીથી જોડાયેલા છે અને તમામ વિરોધ પક્ષો એકજૂટ છે. આ પત્રકાર પરિષદ બાદ રાજકીય ગરમાવો વધ્યો છે અને આગામી સમયમાં પશ્ચિમ બંગાળની રાજનીતિ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું નિવેદન આપતાં કહ્યું કે હું ચૂંટણી હારી નથી, અમને હરાવવામાં આવ્યા છે અને કોઈ દબાણમાં આવીને હું રાજીનામું નહીં આપું. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ લોકભવન જઈને રાજીનામું આપવાના નથી અને જનતા માટે તેમનો સંઘર્ષ યથાવત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *