Friday, June 19News That Matters

₹1.53 લાખ કરોડના નિર્ણયોને મંજૂરી, શેરડી ખેડૂતો માટે નવી યોજના જાહેર

શેરડીના ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2026-27 માટે શેરડીની FRP ₹365 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. આ સાથે કુલ ₹1 લાખ કરોડના ફંડની વ્યવસ્થા પણ ખેડૂતોના ચુકવણી માટે કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની યોજાયેલી કેબિનેટ બેઠકમાં દેશના વિકાસ અને કૃષિ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કુલ ₹1.53 લાખ કરોડના મહત્વપૂર્ણ નિર્ણયો મંજૂર કર્યા છે. આ અંગે માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. બેઠકમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કપાસ ઉત્પાદન વધારવા માટે “કપાસ ઉત્પાદકતા મિશન” અંતર્ગત ₹5,659 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત કસ્તુરી કપાસ માટે અલગથી ₹1,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. ખેડૂતોને રાહત આપવા માટે ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ ₹18,100 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ માટે ₹877 કરોડની મંજૂરી

શેરડીના ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2026-27 માટે શેરડીની FRP ₹365 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. આ સાથે કુલ ₹1 લાખ કરોડના ફંડની વ્યવસ્થા પણ ખેડૂતોના ચુકવણી માટે કરવામાં આવશે, જેથી તેમને સમયસર ચૂકવણી મળી શકે. કેબિનેટે ટેક્નોલોજી ક્ષેત્રમાં પણ મોટા પગલાં લીધા છે. સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ માટે ₹877 કરોડની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ દેશમાં બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે, જેનાથી ભારતની ચિપ ઉત્પાદન ક્ષમતા વધશે અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે.

ગુજરાતના વાડિનાર ખાતે શિપ રિપેર ફેસિલિટી સ્થાપવા માટે પણ મંજૂરી

આ ઉપરાંત ગુજરાતના વાડિનાર ખાતે શિપ રિપેર ફેસિલિટી સ્થાપવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે, જેનાથી દરિયાઈ વ્યવસાય અને શિપિંગ ઉદ્યોગને મોટો ફાયદો થશે. કુલ મળીને કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા 10 મુખ્ય નિર્ણયો કૃષિ, ઉદ્યોગ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં વિકાસને નવી દિશા આપશે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયોથી રોજગાર સર્જન અને અર્થતંત્રને મજબૂતી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *