
પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની જે ચરમસીમા જોવા મળી રહી છે, તેણે માનવતાને લજવી દીધી છે. છેલ્લા 18 દિવસમાં 5 હિન્દુઓની હત્યાએ આખા વિશ્વને હચમચાવી દીધું છે. તાજેતરની રક્તરંજિત ઘટના જશોર જિલ્લાના મણિરામપુરમાં બની છે, જ્યાં 45 વર્ષીય રાણા પ્રતાપ બેરાગીને ભરબજારમાં ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ભારતમાં ભયાનક આક્રોશ ફાટી નીકળ્યો છે. દિલ્હી અને કોલકાતામાં વિરોધ કરી રહેલા કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે, જ્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન મહમ્મદ યુનુસના પુતળા દહન કરવામાં આવી રહ્યા છે.
બાંગ્લાદેશમાં હવે હિન્દુઓ માટે શ્વાસ લેવો પણ ગુનો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મણિરામપુરમાં રાણા પ્રતાપ જ્યારે બજારમાં હતો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ગાર્મેન્ટ ફેક્ટરીમાં કામ કરતા દીપુ ચંદ્ર દાસની લિંચિંગ હોય કે અમૃત મંડળની હત્યા, બાંગ્લાદેશી તંત્ર લઘુમતીઓને સુરક્ષા આપવામાં સદંતર વામણું પુરવાર થયું છે. મયમનસિંહમાં પણ બજેન્દ્ર બિશ્વાસ અને ખોકન દાસ જેવા હિન્દુઓને નિશાન બનાવીને ‘ટાર્ગેટ કિલિંગ’ કરવામાં આવી રહ્યું છે. ભારતના હિન્દુ સંગઠનોએ આ નરસંહાર સામે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવાની માંગ કરી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે બાંગ્લાદેશમાં હિંસા અને અશાંતિ વચ્ચે વધુ એક હિન્દુની હત્યાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. રાણા પ્રતાપ બૈરાગી નામના હિન્દુ વ્યક્તિની હત્યા કરી દેવાઈ છે. આ ઘટના જસોર જિલ્લાના મોનિરામપુરમાં બની છે, જ્યાં ભરબજારમાં રાણા પ્રતાપ બૈરાગીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં 18 દિવસમાં કુલ પાંચ હિન્દુઓની હત્યાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાઓ લઘુમતી હિન્દુઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઉભા કરે છે અને દેશમાં વધતી હિંસાને ઉજાગર કરે છે
