
આજે વાત કરવી છે સમુદ્રના એ જંગની, જેણે રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધની જ્વાળા ભડકાવી છે. શનિવારે અમેરિકી નેવીએ એક મોટું સાહસ કરીને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવા જઈ રહેલા 02 ટેન્કરોને જપ્ત કરી લીધા છે. તેમાંથી એક રશિયાનું ‘મેરિનેરા’ છે અને બીજું પનામાનું ‘સોફિયા
આ કોઈ સામાન્ય ધરપકડ નથી. રશિયાએ અમેરિકાની આંખમાં ધૂળ નાખવા માટે પોતાના જહાજ ‘બેલા-1’ નું નામ બદલીને ‘મેરિનેરા’ કરી દીધું હતું. ડિસેમ્બર 2025 માં એકવાર આ જહાજ અમેરિકાના હાથેથી છટકી ગયું હતું, પણ આ વખતે અમેરિકાએ તેને છોડ્યું નથી. 02 અઠવાડિયા સુધી સતત પીછો કર્યા બાદ ઉત્તર એટલાન્ટિકમાં તેને દબોચી લેવામાં આવ્યું છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે અમેરિકા આ જહાજને જપ્ત કરી રહ્યું હતું, ત્યારે તેની બાજુમાં રશિયાની સબમરીન અને યુદ્ધ જહાજો હાજર હતા. તેમ છતાં, રશિયન દળો પોતાના જહાજને બચાવી શક્યા નહીં. રશિયન મીડિયામાં હેલિકોપ્ટરની તસવીરો ફરી રહી છે, જે આ તણાવની ગંભીરતા બતાવે છે.
સવાલ એ છે કે શું હવે પુતિન આ અપમાનનો બદલો લેશે? શું સમુદ્રમાં શરૂ થયેલો આ ખેલ જમીન પર મહાયુદ્ધમાં પરિણમશે? ન્યૂ ભારત ન્યૂઝ આ આંતરરાષ્ટ્રીય વિવાદ પર પળેપળની નજર રાખશે.
