
દિલ્હીના પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે લોકોની જીવનશૈલી પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું સાયકલ છોડી કાર પાછળ ઘેલછા કેમ ?
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટS આજે એક સામાજિક ટિપ્પણી કરી છે. જસ્ટિસની ખંડપીઠે પર્યાવરણની જાળવણી માટે માનવીય અભિગમ અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવા પર ભાર મૂક્યો છે. કાર સ્ટેટ્સ સિમ્બોલ કે શ્વાસ લેવામાં તકલીફ? સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આકરા શબ્દોમાં જણાવ્યું કે, આજે લક્ઝરી કાર એ સુવિધા કરતા વધુ ‘સ્ટેટ્સ સિમ્બોલ’ બની ગઈ છે. લોકો પોતાની સામાજિક પ્રતિષ્ઠા વધારવા માટે મોટી અને પ્રદૂષણ ફેલાવતી ગાડીઓ પાછળ દોડી રહ્યા છે. કોર્ટે એ બાબતે પણ ખેદ વ્યક્ત કર્યો કે લોકો હવે સાયકલ ચલાવવાનું બંધ કરીને લક્ઝરી કાર ખરીદવા માટે નાણાં બચાવે છે, જે અંતે તો વાતાવરણમાં ઝેર જ ઘોળે છે.ઇલેક્ટ્રિક કાર ભવિષ્યની જરૂરિયાત કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે પ્રદૂષણને નાથવા માટે મોંઘી લક્ઝરી ગાડીઓના બદલે EV ને પ્રોત્સાહન આપવું અનિવાર્ય છે. કમિશનને 2 સપ્તાહનું અલ્ટીમેટમ સુપ્રીમ કોર્ટે ‘એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન’ ને આદેશ આપ્યો છે કે આગામી 2 સપ્તાહમાં એક ઉચ્ચ સ્તરીય મીટિંગ બોલાવવામાં આવે
