
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનના અલગ-અલગ કુલ 29 ગુનાઓમાં અગાઉ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ કેસોનો નિકાલ કરવાના ભાગરૂપે આજે પોલીસ તંત્ર દ્વારા સત્તાવાર રીતે નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
આ દરમિયાન 53,947 કુલ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. જેની કુલ કિંમત 4,22,55,193 આંકવામાં આવી રહી છે. આ તમામ મુદ્દામાલ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.
