
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત આવતા મહિનાથી થઈ રહી છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ત્યારે સાઉથ આફ્રિકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર ઇચ્છે છે કે સાઉથ આફ્રિકા ફાઇનલમાં ભારતને હરાવીને ખિતાબ જીતે.
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં થઈ રહ્યું છે. આવતા મહિનાથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026માં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતે 2024 માં સાઉથ આફ્રિકાને રોમાંચક ફાઇનલમાં સાત રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. T20 વર્લ્ડ કપ 2026 સાત ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે, ત્યારે એ પહેલા સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ગ્રીમ સ્મિથનું દર્દ છલકાયું છે. તેમણે સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમ પાસેથી આશા વ્યક્ત કરી કે T20 વર્લ્ડ કપ 2026 તેમનો દેશ સૂર્યકુમાર યાદની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાને હરાવીને ટ્રોફી જીતે.

જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાનો નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત પ્રવાસ મિશ્ર રહ્યો હતો. સાઉથ આફ્રિકાએ ટેસ્ટ સીરીઝ પોતાના નામે કરી લીધી હતી, તો વનડે અને ટી20 સીરીઝ ભારતે જીતી હતી. સાઉથ આફ્રિકાએ ભલે ભારતને બે મેચની ટેસ્ટ સીરીઝમાં હરાવી દીધું હતું, પણ સ્મિથે સ્વીકાર્યું કે સૂર્યાની બ્રિગેડ ટી20 ક્રિકેટમાં એક અલગ પડકાર છે. તેમણે કહ્યું કે ભારતનું T20 વર્લ્ડ કપ 2026માં સેમીફાઇનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. એસએ20 લીગના કમિશનર સ્મિથે ડરબનમાં કેટલાક મીડિયા કર્મીઓ સામે સ્મિત સાથે કહ્યું – ‘હું ઇચ્છું છું કે અમે ફાઇનલમાં ભારતને હરાવીએ.’
પૂર્વ બેટ્સમેને કહ્યું, ‘ભારતની પ્રતિભાને જોતાં, તેમને ક્યારેય ઓછા ન આંકી શકાય. આ ઘરેલુ વર્લ્ડકપ છે. ભારતીય ક્રિકેટમાં હેડ કોચ ગૌતમ ગંભીર અને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે એક રસપ્રદ બદલાવનો સમય ચાલી રહ્યો છે અને એ જેવુ રસપ્રદ હશે કે આ બદલાવ કેવા થાય છે. ભારતની પ્રતિભાને ક્યારેય અવગણી શકાય નહીં. આ ઘરેલુ વર્લ્ડકપ છે. જો ભારત છેલ્લી ચાર મેચમાં નહીં પહોંચ્યું, તો હું ખૂબ આશ્ચર્યચકિત થઈશ.’
આ પણ વાંચો: ક્યાં-ક્યારે અને કેટલાં વાગ્યે જોઇ શકશો ભારત VS ન્યૂઝીલેન્ડની મેચનું Live Streaming
તેમણે એમ પણ કહ્યું કે એસએ20 લીગ ટી20 વર્લ્ડકપના ખેલાડીઓને સારી તૈયારીની તક આપશે. સ્મિથે કહ્યું, ‘જ્યારે તમે વર્લ્ડ કપમાં જાઓ છો, તો તમે ઇચ્છો છો કે ખેલાડી પ્રતિયોગી ક્રિકેટ રમીને તૈયાર થાય. એસએ20 લીગ એક શ્રેષ્ઠ મંચ છે, જ્યાં ખેલાડીઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામે રમીને દબાણમાં રમતા શીખે છે.’ T20 વર્લ્ડ કપ 2026માં સાઉથ આફ્રિકાની કમાન એકવાર ફરી એડન માર્કરમના હાથમાં હશે. સાઉથ આફ્રિકાને ગ્રુપ ડીમાં રાખવામાં આવ્યું છે. T20 વર્લ્ડ કપ 2026માં સાઉથ આફ્રિકા પહેલી મેચ 11 ફેબ્રુઆરીએ રમશે.
