
NSA Ajit Doval: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર National Security Advisor આજીત ડોભાલે શુક્રવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું કે ભારતને આઝાદી ખૂબ મોટી કિંમત પર મળી છે. સાથે જ ડોભાલે કહ્યું હતું કે ભૂતકાળમાં સુરક્ષા મામલે ચૂક કરવાથી એક પાઠ પણ શીખવા મળ્યો છે.
NSA Ajit Doval: National Security Advisor આજીત ડોભાલે ભારતની આઝાદી માટે કહ્યું કે ભારતે આઝાદી માટે એક મોટી કિંમત ચૂકવી છે. જૂની પેઢીએ અપમાન, વિનાશ અને ભારે નુકસાન પણ સહન કર્યું છે. ભૂતકાળમાં સુરક્ષા ચૂકને કારણે ઘણો મોટો પાઠ ભણવા પણ મળ્યો છે. આ સાથે જ તેમણે આવનારી પેઢીને યુવાનોને અપીલ કરી છે કે તેમણે ઇતિહાસમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રનું પુનર્નિર્માણકરવું જોઈએ અને આપણા મૂલ્યો, અધિકારો અને વિશ્વાસ પર આધારિત એક મજબૂત અને મહાન ભારતનું નિર્માણ કરવું જોઈએ.
વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગના ઉદ્ઘાટન સમારોહમાં એક ભાષણ આપતા ડોભાલે કહ્યું કે આ સ્વતંત્ર ભારત હંમેશા આટલું સ્વતંત્ર નહોતું જેટલું આજે દેખાય છે. અમારા પૂર્વજોએ આના માટે ખૂબ બલિદાન આપ્યા છે. તેમણે ભારે અપમાન સહન કર્યું છે, ઘણી લાચારી પણ જોઈ છે. ઘણા લોકોને ફાંસી મળી છે. અમારા ગામ બાળી નાખવામાં આવ્યા હતા, આપની સભ્યતા નષ્ટ થઈ ગઈ. આપણા મંદિરોને લૂંટી લેવાય અને આપણે બસ લાચાર થઈને આ બધુ જોયા કર્યું છે. આ આપણો ઇતિહાસ આપણા માટે એક કસોટી આપે છે કે આજે ભારતના દરેક યુવાનની અંદર એ આગ હોવી જોઈએ. ‘બદલો’ એ સાચો શબ્દ નથી, પંરતુ બદલો પોતાનામાં જ એક તાકાત છે એક શક્તિ છે, એક પીઠબળ છે. આપણે આપણા ઇતિહાસ સામે બદલો લેવાનો છે. આપણે આ દેશને પાછો એ જગ્યાએ લઈને આવાનો છે જ્યાં આપણાને આપણા અધિકારો, આપણા વિચારો અને આપની માન્યતાના આધાર પર એક મહાન ભારતની રચના કરી શકીએ.
આ સાથે જ ડોભાલે ચેતવતા કહ્યું કે આપણને ભૂતકાળમાં આપની જ ભૂલના માઠા પરિણામ ભાઓગવવા પડ્યા છે જે આજની અને આવનારી પેઢીએ આ તમામ લેસનને યાદ રાખવાનો આગ્રહ કરતાં કહ્યું લે આ બલિદાન કે કસોટીને ભૂલી જવું એ દેશ માટે સૌથી મોટી દુર્ઘટના હશે.
ડોભાલે આગળ કહ્યું કે, તેમણે વધુમાં કહ્યું કે આપની સભ્યતા એક વિકસિત સભ્યતા હટી. આપણે ક્યારેય કોઈના મંદિર તોડયા નથી. આપણે ક્યાંય કોઈને લૂટનવ ગયા નથી. જ્યારે આપણાથી દુનિયા ખૂબ પાછળ હતી ત્યારે આપણે કોઈ વિદેશીઓ પર હુમલો કર્યો નથી. પ્રણાતું આપણે આપનું સુરક્ષા અને આપણા પર આવેલી આફતોને સમજવામાં થાપ ખાઈ ગયા. જ્યારે આપણે એમના માટે બેજવાબદાર થઈ ગયા ત્યારે ઈતિહાસે આપણને એક પાઠ ભણાવ્યો. શું આપણે એ પાઠ શીખ્યો? શું આપણે એ પાઠ યાદ રાખીશું? જો આવનારી પેઢીએ વાત ભૂલી જશે તો એ દેશ માટે ખૂબ મોટી દુર્ઘટના કહેવાશે.
