Tuesday, February 17News That Matters

ગાંધીનગર / ગાંધીનગરમાં PM મોદી-જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થઈ, બન્ને દેશો વચ્ચે થયા આ મહત્વના કરાર

ભારત-જર્મની વચ્ચે મહત્વના કરાર થયા છે. પીએમ મોદીએ જર્મનીના સંબંધોને ખાસ ગણાવ્યા હતા. ગુજરાતીમાં ચાન્સેલર મર્ઝનું સ્વાગત કર્યું હતું. તેમજ CEO ફોરમમાં સંબંધોને પ્લેટિનમની ઉપમા આપી હતી.

ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારત-જર્મની વચ્ચે મહત્વના ક્ષેત્રો પર કરાર થયા હતા. વડાપ્રધાને જર્મનીના ચાન્સેલરને આવકારો મીઠો આપજે રે ની ભાવના સાથે મર્ઝનું ભારતમાં હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ભારત-જર્મની દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર છે. ઈન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે. જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્શનથી હેલ્થકેર પ્રોફેશનલની આવન-જાવન સરળ બનશે.

આતંકવાદ સામે બન્ને દેશ મજબૂતીથી લડાઈ લડશે-PM

તેમજ રક્ષા ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા એક રોડ મેપ પર કામ કરીશું. ચાન્સેલરની પહેલી એશિયા યાત્રામાં તેઓ ભારત આવ્યા છે. ફ્રેડરિઝ મર્ઝની યાત્રાથી ભારતનું મહત્વ સાબિત થાય છે. ભારતીયો માટે વિઝી ફ્રી ટ્રાન્ઝિટની ઘોષણા માટે પીએમએ જર્મનીનો આભાર માન્યો હતો. આતંકવાદ સામે બંને દેશ મજબૂતીથી લડાઈ લડશેય તેમજ ભારત સામે મિત્રતાનો હાથ લંબાવવા માટે જર્મનીનો આભારી છું.

તેમજ રક્ષા ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા એક રોડ મેપ પર કામ કરીશું. ચાન્સેલરની પહેલી એશિયા યાત્રામાં તેઓ ભારત આવ્યા છે. ફ્રેડરિઝ મર્ઝની યાત્રાથી ભારતનું મહત્વ સાબિત થાય છે. ભારતીયો માટે વિઝી ફ્રી ટ્રાન્ઝિટની ઘોષણા માટે પીએમએ જર્મનીનો આભાર માન્યો હતો. આતંકવાદ સામે બંને દેશ મજબૂતીથી લડાઈ લડશેય તેમજ ભારત સામે મિત્રતાનો હાથ લંબાવવા માટે જર્મનીનો આભારી છું.

Ahmedabad Kite Festival 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરમાં વર્ષ 2026નો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમના સાથે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજર રહ્યા, જેના કારણે આ કાર્યક્રમને વૈશ્વિક મહત્વ મળ્યું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજોએ પોતાના અદભૂત કૌશલ્યથી આકાશને રંગીન બનાવી દીધું. લગભગ 50 દેશોમાંથી 135 જેટલા વિદેશી પતંગબાજો અને ભારતના 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો તેમજ ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગબાજોએ ભાગ લીધો હતો.

મહોત્સવની ખાસિયત એ હતી કે, તેમાં અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી થીમ રાખવામાં આવી હતી. હેરિટેજ હવેલી, પૌરાણિક પોળ, હસ્તકલા બજાર અને હેરિટેજ વોક-વે દ્વારા વિશ્વ વારસા શહેર અમદાવાદની સંસ્કૃતિને જીવંત રીતે રજૂ કરવામાં આવી. રંગબેરંગી પતંગો સાથે “I LOVE INDIA”, “I LOVE MODI”, “હર હર મોદી ઘર ઘર મોદી” અને ડ્રેગન આકારના પતંગોએ લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું.

બંને મહાનુભાવોનું સ્વાગત કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ મહોત્સવ સ્થળે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને મહાનુભાવોનુ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બંનેએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની હેરિટેજ પોળની મુલાકાત લીધી. પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે, તેનો ઇતિહાસ અને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર વિશે વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને માહિતી આપી. વડાપ્રધાને પોળમાં આવેલા પરંપરાગત મકાનો, ત્યાં રહેતા લોકોની જીવનશૈલી અને અમદાવાદની વિરાસત વિશે પણ સમજાવ્યું. ત્યારબાદ બંને મહાનુભાવો મુખ્ય કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, જ્યાં લોકો ભારતનો ધ્વજ લહેરાવી તેમનું સ્વાગત કરી રહ્યા હતા. વિવિધ રાજ્યોની લોકસંસ્કૃતિ અને પરંપરાઓનું જીવંત પ્રદર્શન પણ બંને નેતાઓએ નિહાળ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *