ગાંધીનગર / ગાંધીનગરમાં PM મોદી-જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થઈ, બન્ને દેશો વચ્ચે થયા આ મહત્વના કરાર
ભારત-જર્મની વચ્ચે મહત્વના કરાર થયા છે. પીએમ મોદીએ જર્મનીના સંબંધોને ખાસ ગણાવ્યા હતા. ગુજરાતીમાં ચાન્સેલર મર્ઝનું સ્વાગત કર્યું હતું. તેમજ CEO ફોરમમાં સંબંધોને પ્લેટિનમની ઉપમા આપી હતી.
ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારત-જર્મની વચ્ચે મહત્વના ક્ષેત્રો પર કરાર થયા હતા. વડાપ્રધાને જર્મનીના ચાન્સેલરને આવકારો મીઠો આપજે રે ની ભાવના સાથે મર્ઝનું ભારતમાં હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ભારત-જર્મની દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર છે. ઈન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે. જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્શનથી હેલ્થકેર પ્રોફેશનલની આવન-જાવન સરળ બનશે.
આતંકવાદ સામે બન્ને દેશ મજબૂતીથી લડાઈ લડશે-PM
તેમજ રક્ષા ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા એક રોડ મેપ પર કામ ...
