Tuesday, February 17News That Matters

બાંગ્લાદેશમાં હિન્દુઓના લોહીની હોળી

હિન્દુ યુવાન સમીર દાસને પહેલા તેને ચપ્પુના ઘા ઝીંકાયા અને પછી દેશી કટ્ટાથી ગોળી મારીને તેનો જીવ લેવામાં આવ્યો. બાંગ્લાદેશમાં છેલ્લા 42 દિવસમાં 13 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે, છતાં ત્યાંની યુનુસ સરકાર આંકડા છુપાવીને દુનિયાને ગુમરાહ કરી રહી છે. દીપુ ચંદ્ર દાસને ભીડ દ્વારા પીટી-પીટીને મારી નાખવામાં આવ્યો, અમૃત મંડલની હત્યા થઈ અને હવે સમીર દાસ! શું આ ઇસ્લામિક કટ્ટરપંથીઓનું સુનિયોજિત ષડયંત્ર છે કે હિન્દુઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવે? બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ઇસાઈ યુનિટી કાઉન્સિલ કહી રહી છે કે ચૂંટણી પહેલા હિંસા વધશે, પણ પોલીસ અને તંત્ર માત્ર મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે. ભારતની કડક ચેતવણી છતાં બાંગ્લાદેશના અંતરિમ નેતા મોહમ્મદ યુનુસ હિંસાની વાત સ્વીકારવા તૈયાર નથી. શું હિન્દુ હોવું એ બાંગ્લાદેશમાં સજા પાત્ર ગુનો છે? અમે બાંગ્લાદેશના એક-એક હિન્દુ ભાઈ-બહેન માટે અવાજ ઉઠાવતા રહીશું, કારણ કે અન્યાય સામે મૌન રહેવું એ પણ એક પાપ છે! જોતા રહો… અડગ મન, અવિરત સેવા! માત્ર ન્યૂ ભારત ન્યૂઝ પર.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *