
ગુજરાત ATSને મોટી સફળતામળી છે. મળતા અહેવાલ પ્રમાણે આતંકી ષડયંત્રના કેસમાં ફૈઝાન શેખની ધરપકડ કરી છે. જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદાના વિચારોથી આરોપી રેડિકલાઈઝ થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે નિર્ધારિત સમૂહ પર હુમલો કરી આતંક ફેલાવાની યોજના હતી. આરોપી કાવતરુ રચે તે પહેલાં જ તેને ઝડપી લીધો છે.
આરોપીની નવસારી ચારપુલ વિસ્તારમાંથી ધરપકડ કરી
આરોપીની નવસારી ચારપુલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે, ઉલ્લેખનીય છે કે ફૈઝાન શેખ મૂળ UPના રામપુરનો રહેવાસી છે. મળતા અહેવાલ પ્રમાણે આરોપી પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર ઝડપાયા છે. હથિયાર અને ગોળાબારુદ ગેરકાયદેસર રીતે મેળવ્યા હોવાનો ATSની તપાસમાં ખુલાસો થયો છે.
હથિયારો કોણે પૂરા પાડ્યા તે અંગે તપાસ
આ આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર અને જીવતા કારતૂસ (એમ્યુનિશન) પણ મેળવી લીધા હતા. હાલ ATS આ મામલે તપાસ કરી રહી છે કે તેને હથિયારો કોણે પૂરા પાડ્યા અને તેના અન્ય કોઈ સાથીદારો આ કાવતરામાં સામેલ છે કે કેમ.
