અમદાવાદ એરપોર્ટ / 60 લાખના સોના સાથે શખ્સ ઝડપાયો, દાણચોરીનો મોટો ભાંડો ફૂટ્યો
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થવા પામ્યો છે. શારજાહથી આવેલા મુસાફર પાસેથી કસ્ટમ વિભાગે સોના સાથે ધરપકડ કરી છે.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ કરતાં એક મુસાફરની ધરપકડ કરી છે. આરોપી શારજાહથી અમદાવાદ આવ્યો હતો અને તેની પાસેથી અંદાજે 60 લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
શારજાહથી આવેલા મુસાફર પાસેથી મળ્યું સોનું
માહિતી અનુસાર, શંકાસ્પદ હલચલને આધારે કસ્ટમ અધિકારીઓએ મુસાફરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ સોનાને ખાસ પ્રકારના હૂકના આકારમાં તૈયાર કરીને છુપાવ્યું હતું, જેથી સુરક્ષા તપાસમાં તે ઝડપાઈ ન જાય.
કસ્ટમ વિભાગે 60 લાખના સોના સાથે 1ની ધરપકડ કરી
કસ્ટમ વિભાગે જપ્ત કરાયેલા સોનાને કબજે લઈ આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સોનાની દાણચોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાણ હોવાની શક્યતા પણ વ્ય...
