વાયુ પ્રદૂષણ / સાચવજો! દિલ્હી બાદ હવે અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક
Ahmedabad Air Pollution: અમદાવાદ શહેરની હવા ઝેરી બની ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. કેટલાય વિસ્તારોમાં AQI 400ને નજીક પહોંચી ગયું છે.
દેશની રાજધાની દિલ્હીમાં વર્ષોથી શિયાળામાં ભારે પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે, ત્યારે હવે અમદાવાદની હવા પણ ઝેરી બની છે. અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારે ઠંડીના પ્રકોપ પછી હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારમાં AQI 400ને પાર પહોંચી ગયો છે.
ઠંડીના પ્રકોપ સાથે હવાનું પ્રદૂષણ
અમદાવાદમાં ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. ત્યારે વહેલી સવારથી શહેરમાં ધુમ્મસ છવાયેલું હોવાની સાથે જ અમદાવાદમાં વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી ઘટી જાય છે. ઠંડીના કારણે પ્રદૂષણના કણો હવામાં નીચે રહી જાય છે જેથી હવ...
