ઓટો / ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ખુશખબર, સરકારના નવા નિર્ણયથી મળશે મોટો લાભ; જાણો વિગત
ઇલેક્ટ્રિક વાહનોની ડીમાંડ વધી રહી છે પણ રેન્જની ચિંતાનો પણ પડકાર છે. આથી ઇલેક્ટ્રિક મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દેશભરમાં 4874 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો બનાવશે.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી છે પરંતુ તેની સામે પડકારો હજુ પણ છે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 5.77% સુધી પહોંચી ગયો છે. પણ રેન્જની ચિંતા હજુ પણ દૂર થઈ નથી. આ સ્થિતિમાં સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે EV કાર માલિકોની મોટી ચિંતાને દૂર કરશે.
ભારતમાં ઇલેક્ટ્રિક મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે હેવી ઇન્ડસ્ટ્રી મંત્રાલયે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. જેમાં મંત્રાલય દેશભરમાં 4,874 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરશે. સરકાર આ પ્રોજેક્ટ પર 503.86 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ PM e-Drive યોજનાનો એક હિસ્સો છે.
આ અંગે કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ ...
