અમદાવાદ પ્લેન ક્રેશ / દુર્ઘટનામાં તૂટી પડ્યાં 15 પરિવારોના સપના, સ્વજનોની ચીજવસ્તુઓ પણ ન લઈ શક્યાં
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાનું વિમાનને અકસ્માત થયાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આજે પણ અનેક પરિવારજનોએ તેમના સ્વજનોની મળેલી વ્યક્તિગત ચીજ વસ્તુઓ હજુ પણ લીધી નથી.
અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-171ના ભયાનક વિમાન અકસ્માતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં અનેક પરિવારો માટે દુઃખની એ પીડા આજે પણ તાજી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૪૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી ૧૫ પરિવારો એવા છે, જેમણે પોતાનાં સ્વજનોની મળેલી વ્યક્તિગત ચીજવસ્તુઓ પાછી લેવાનો ઇનકાર કરી દીધો હતો.
એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ અકસ્માત સ્થળેથી કુલ આશરે ૨૨ હજાર વસ્તુઓ મળી આવી હતી, તેમાંથી લગભગ આઠ હજાર વસ્તુઓ-જેમ કે કપડાં, પાસપોર્ટ, વોલેટ, દસ્તાવેજો, તસવીરો અને અન્ય સામાન સંબંધિત વ્યક્તિઓ સાથે ઓળખી શકાય તેવી હતી. આ ચીજવસ્તુઓ પરત આપવા માટે અમદાવાદમાં વિશેષ ‘ફેમિલી રિટર્ન્સ સેન્ટર’ (FRC) શરૂ કરવામાં આવ્યું હતું...
