દુઃખદ / રાજકોટના આજીડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, અન્ય એકની શોધખોળ ચાલું
રાજકોટના આજીડેમમાં ચાર લોકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ સમાચાર લખાય છે ત્યાં સુધી મળવા પામ્યો નથી.
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં મંગળવારે એક દુઃખદ ઘટના બની હતી, જેમાં ચાર યુવકો ડૂબી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે
મૃતકોના નામ
ભરત જાદવ
ધવલ જાદવ
ધ્રુવ મકવાણા
પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડે રેસ્ક્યું કામગીરી શરૂ કરી
પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા યુવકો આજીડેમ ખાતે ગયા હતા. આ દરમિયાન તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ત્રણ મૃતદેહ મળ્યા એક મૃતદેહની શોધખોળ ચાલુ
રેસ્ક્યુ દર...
