વિશ્વ / દુનિયાની પ્રતિક્ષા વધી, ટ્રમ્પ ટેરિફ પર આજે નહીં આવશે ‘સુપ્રીમ ચુકાદો’, જાણો ક્યારે આવશે
ડોનાલ્ડ ટ્રંપની ટેરિફ નીતિની કાનૂની વૈધતા અંગેનો અમેરિકી સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો હાલ માટે ટળી ગયો છે. આ નિર્ણય ટ્રંપની કાર્યકારી સત્તાઓ, ‘America First’ નીતિ અને વૈશ્વિક વેપાર વ્યવસ્થાની દિશા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વિવાદાસ્પદ ટેરિફ નીતિ પર આજે અમેરિકી સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો હતો, પરંતુ આ અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો હવે ટળી ગયો છે. આ કારણે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થામાં પણ અચોક્કસતા યથાવત રહી છે. ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે આ કેસને તેમની પ્રથમ મોટી કાનૂની કસોટી તરીકે જોવામાં આવી રહી હતી.
આ કેસમાં મુખ્ય પ્રશ્ન એ છે કે ટ્રમ્પ પ્રશાસને International Emergency Economic Powers Act (IEEPA) હેઠળ લગાવેલા ટેરિફ કાનૂની રીતે યોગ્ય હતા કે નહીં. આ કાયદો 1977માં અમેરિકી કોંગ્રેસ દ્વા...
